________________
વીર ! મધુરી વાણી તારી
જે કોઈ એવા હાથપગવાળા હો-નાના મોટા કે વિશ્વવ્યાપી - તે બધા ય મહાદેવ ન જ કહેવાય. ના, કદાપિ નહિ. અન્યથા જગતના હાથપગવાળા સર્વ જીવો મહાદેવ બની જશે.
૫૪
ભવાતીત (વિદેહમુક્ત) અવસ્થાને પામેલા તે જ આત્માઓ મહાદેવ કહેવાય જેઓ (૧) શાશ્વતસુખના સ્વામી હોય; (૨) જેઓ સર્વકર્માંશથી મુક્ત હોય; (૩) અને જેઓ અશરીર હોય - એ આ સ્લોકનો સર્વગ્રાહી સાર નીકળ્યો. એ ઉપરથી ક્ષણિક જ સુખનું સ્વામિત્વ માનનારા બુદ્ધના, અવતાર લેનારા દેવોના, અને વિશ્વવ્યાપી હાથપગવાળા ઈશ્વરોનાં મહાદેવત્વનો છેદ આપોઆપ ઊડી જાય છે.
અને આ ત્રણેય ગુણથી સંપન્ન ભવાતીત દશાને પામેલા ભગવાન જિનેશ્વરો મહાદેવ પદને પામી શકે એ વાત એકદમ સ્થિર થઈ જાય છે.
જે મહાદેવ બન્યા તે સર્વને પૂજનીય બન્યા ઃ
છદ્મસ્થ અવસ્થામાં જેમનો આત્મા સંકલેશજનક રાગવિહોણો હોય, સમતાને સળગાવી મૂકે તેવા દ્વેષવાળો ન હોય અને જ્ઞાન તથા આચારને મલિન બનાવે તેવા મોહવાળો ન હોય; ભવસ્થ કેવલી દશામાં જેમનો આત્મા વીતરાગ હોય અને સર્વજ્ઞ હોય.
ભવાતીત કેવલી અવસ્થામાં જેમનો આત્મા શાશ્વતસુખનું ધામ બન્યો હોય, સર્વકર્મમુક્ત હોય અને અશ૨ી૨ીર તથા મનવિહોણો હોય તે જ આત્માને મહાદેવ કહેવાય એમ આપણે અત્યાર સુધીની સઘળી વિચારણા દ્વારા નિશ્ચિત કર્યું.
આવા મહાદેવ સાચે જ ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ અને વૈમાનિક-સઘળા ય દેવોને પૂજ્ય હોય એ તદ્દન સહજ છે.
જેનો ભાવનિક્ષેપ પૂજ્ય તેના નામાદિ નિક્ષેપ પણ પૂજ્ય :
જૈન દર્શનમાં જગતની વસ્તુ માત્રના નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવસ્વરૂપ ચાર નિક્ષેપો બતાવ્યાં છે.
સમય બતાડતી ઘડિયાળ એ ભાવ ઘડિયાળ છે. એનું થ.... ડિ.....યા...ળ એવું જે નામ તે નામ ઘડિયાળ છે. એવા ઘડિયાળનું જે ચિત્ર તે સ્થાપના ઘડિયાળ છે. એ ઘડિયાળ તૈયાર થવા પૂર્વેના એના જે જુદા જુદા સ્ક્રુ વગેરે ભાગો અને વિભાગો, તથા એ ઘડિયાળ ભાંગી ભુક્કો થતાં એના જે છૂટા કટકાઓ... એ બધું દ્રવ્ય ઘડિયાળ છે.