________________
૬૪
વીર ! મધુરી વાણી તારી
સ્વસથતા સાથે ચાલ્યા જવાનું જીવન બક્ષે.
મોક્ષ-શાસ્ત્ર એટલે? વાચક વાંચતો જાય અને નિર્વાણ-પદની પ્રાપ્તિ માટે અધીરો બનતો જાય; ભૂતકાળના પાપજીવનને યાદ કરીને આંસુ સારતો જાય; મોહવિજેતાઓને ભાવભરી વંદના કરતો એ પોતાના પાપોની નિકંદના કરતો જાય.
(૨) દીપકસમું શાસ્ત્ર : શાસ્ત્ર એટલે? મોહ શયતાનને ઝબ્બે કરવા માટેનું અદ્વિતીય અને અમોઘ શસ્ત્ર!
શરત છે માત્ર વાચકના જીવદળની યોગ્યતાની! પછી મોક્ષશાસ્ત્ર એનો મોક કરે એમાં કશી શકી નહિ.
શાસ્ત્ર છે ધીરગંભીર જ્યોતને ચોમેર ફેલાવતો જતો પ્રદીપ! કે જે મહામોહના ગાઢ અંધકારનો ખાત્મો બોલાવતો જ રહે છે.
શાસ્ત્રને સૂર્યની ઉપમા ન આપી શકાય. છતી આંખે જેનું ગરમાગરમ સ્વરૂપ ન જોઈ શકાય! આંખોને ય જે નિષ્ફળ બનાવે! આંખવાળાને ય અંધો બનાવે!
શાસ્ત્ર તો યોગ્યતાની આંખવાળી આંખ સફળ બનાવે, જીવન નિર્મળ બનાવે, ભવભવની યાત્રા સુંદર બનાવે. માટે જ તેને દીપકની જ ઉપમા યોગ્ય છે.
આંખવાળાને દીપક બેશક માર્ગ ચીંધે, બેશક ખાડો દેખાડે !
હા. આંખ વિનાના માણસને દીપક નકામો! તો યોગ્યતા વિનાના આત્માને શાસ્ત્ર પણ નકામું.
(૩) સંવાદી વાતોને કહેતું શાસ્ત્ર મહાદેવના કહેલા શાસ્ત્રની એક વધુ વિશેષતા જોઈએ. મહાદેવની વીતરાગતા વીતરાગપદની પ્રાપ્તિ કાજેના અને રાગાદિ ભાવોના અંધકારનો ઉચ્છેદ કરનારા શાસ્ત્રનું જ પ્રતિપાદન કરે છે.
અને એમની સર્વજ્ઞતા એ શાસ્ત્રમાં ક્યાંય કશો ય બેઢંગો વિચાર ટાળે છે.
સર્વજ્ઞ નિરૂપિત શાસ્ત્રમાં ક્યાંય વિસંવાદ ન જ હોય. શાસ્ત્રના આરંભમાં અમુક વિધાન કરવામાં આવે અને પછી શાસ્ત્રના મધ્યમાં કે અંતમાં તેનું વિરોધી વિધાન થઈ જાય એવું કદી ન સંભવે.
મોક્ષ જ ઉપાદેય. સંસાર જ હેય. મોક્ષના બનતાં સાધનો ઉપાદેય જ.
치