Book Title: Umangni Foram Author(s): Umang D Desai Publisher: Harakhchand Harjivandas Desai Parivar View full book textPage 8
________________ સહજતાથી સ્વીકાર્યું. વળી છેલ્લા શ્વાસે પણ ધર્મમય અને ક્ષમાભાવમાં રહ્યો. કોઈની પણ માયા ન રહે માટે ઘર-કુટુંબને છોડીને દૂર થઈ ગયો. અને આ રચનાના અંતિમ પદ પ્રમાણે ખરેખર સમાધિમરણ પ્રાપ્ત કરી તું સદ્ગતિ પામ્યો. ધન્ય છે તારા પરમ પવિત્ર આત્માને. તારાં જીવનમાં ઘણાં સંઘર્ષો આવ્યા પણ દરેક સમયે તેં ગજબનો સમતાભાવ રાખ્યો અને મુખના કે હૃદયના શુભભાવોને વિચલિત થવા ન દીધા જે સમતાનું તારૂં જ્ઞાન-સમજણ ચરમકક્ષાએ ગણી શકાય. જીવનમાં ક્યારેય પણ કોઈના પ્રત્યે અસંતોષ વ્યક્ત કર્યો નથી કે કોઈને દુઃખ પહોંચે તેવું વર્તન કર્યું નથી. છતાં એવું બન્યું ત્યાં ક્ષમા માંગી લીધી. દરેક સંજોગોમાં સદાય હસતો રહ્યો અને સૌને હસાવતો રહ્યો. સૌને પ્રેમલાગણી આપતો રહ્યો અને સૌની પ્રેમલાગણી પામતો રહ્યો. દરેક કાર્ય નામ પ્રમાણે ઉરના ઉમંગથી જ કરતો હતો. અને દરેક કામમાં ચીવટ અને ચોક્સાઈ પણ પૂરેપૂરી જાળવતો હતો. ક્યારેય પણ નાનામોટાનો કે ગરીબ તવંગરનો ભેદ તેં રાખ્યો નથી. દુકાને અને ઘરે કામ કરતી વ્યક્તિઓ સાથે પણ આત્મીયતા અને મિત્રતા રાખી છે. કદીપણ શેઠ-નોકર જેવો વહેવાર કર્યો નથી. મહેમાનોની આગતાસ્વાગતા કરવી તે તારી આગવી હોંશ અને આનંદ હતા. તારા આવા ઉમદા સદ્ગુણોને બિરદાવવા માટે અમારી પાસે શબ્દોની પણ મર્યાદા છે. અને જે શબ્દો દ્વારા વ્યક્ત થઈ શકે તેમ પણ નથી. તારાં જીવનના છેલ્લા પંદર વર્ષો દરમ્યાન તે જે જે વાંચન-ચિંતનમનન કર્યું તેમાંથી જગતના જ્ઞાનીઓ-મહાપુરૂષો-સંતો-મહંતો દ્વારા અને ધર્મગ્રંથોમાં લખાયેલા શ્રેષ્ઠ વિચારો અને જ્ઞાનસભર સુવાક્યો અને બોધામૃતનું તે સંકલન કર્યું છે. જેને તેં તારા હૃદયના અનેરા ઉમંગથી Jain Education International IV For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 232