Book Title: Umangni Foram
Author(s): Umang D Desai
Publisher: Harakhchand Harjivandas Desai Parivar

View full book text
Previous | Next

Page 7
________________ નળ સ્મરણની આરસીમાં પણ ભાવાંજલિ ( હાલા ઉમંગ, તેંજીવનની છેલ્લી પળોમાં પણ નિત્યનિયમ મુજબ પ્રભુભક્તિ કરી. ઘેરથી નિકળી તે બેદહેરાસર જઈ દર્શન ભક્તિ કર્યા જે તારો નિયમ હતો. નિત્યક્રમ મુજબ તું તારી કર્મભૂમિ ઉપર ગયો. જ્યાં દુકાને કામ કરતા બહેન સાથે તારા સ્વભાવ પ્રમાણે આનંદપૂર્વક લાગણીથી તારા હૃદયના ભાવોને વ્યક્ત કર્યા અને તેમની તે ક્ષમા માંગી. કારણ કે તેમની સાથેના કામના-સંબંધનો આજે છેલ્લો દિવસ હતો અને આ દુકાનનો પણ છેલ્લો દિવસ હતો. જે ક્ષમા એ તારા જીવનના અંતિમ શબ્દો બન્યા. ત્યારબાદ દુકાને નિત્યનિયમ મુજબ પરમાત્માની ભક્તિ કરવાની પૂર્વતૈયારી રૂપે તું દિપક પ્રગટાવવાની તૈયારીમાં હતો અને આવા સર્વોત્તમ ભાવ સાથે આંખના પલકારામાં તુંઆ ફાની દુનિયા અને નશ્વર દેહ છોડી અનંતની મહાયાત્રાએ ચાલ્યો ગયો. તું દિપક તો ન પ્રગટાવી શક્યો પણ તારા જીવનની જ્યોતિ અનંતની જ્યોતિમાં ભળી ગઈ. - સમતાથી દર્દ સહુ પ્રભુ એવું બળ આપો રહે ભાવ સમાધિ સાચી, એવી અંતિમ પળ દેજો. જે રચનાનું તું વારંવાર રટણ કરતો હતો તે રચનાના તમામ પદોને તેં તારા જીવનમાં, તારા સ્વભાવમાં, તારા વિચારોમાં અને તારા હૃદયમાં ઓતપ્રોત કરી લીધા હતા. આ રચનાના દરેક પદો પ્રમાણે તે અપાર સમતા કેળવી. કર્મની સમજણ કેળવી, દર્દીની પીડા કલ્પાંત કર્યા વગર સહીને દુર્બાન ન કર્યું. અને દરેક કષ્ટોને સમતાભાવે સહી લેવાના જ્ઞાનને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 232