Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 1 Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah Publisher: Jain Prakashak Mandal AhmedabadPage 16
________________ પ્રસ્તાવના ૧ બીજ સર્ગમાં ભગવંતના ને સગરચક્રીના જન્મ સંબંધી હકીકત આપેલી છે. તેમાં પ્રભુનો દેવદેવીએ કરેલ જન્મોત્સવ બહુ વિસ્તારથી વર્ણવેલ છે; પરંતુ તેમાં ખૂબી એ છે કે-પહેલા પર્વમાં આપેલ વર્ણન કરતાં આમાં આપેલ વર્ણન જુદા જ પ્રકારનું છે કે જેથી પુનરાવૃત્તિ કહેવાય તેમ નથી. જિતશત્રુ રાજાએ કરેલ જન્મોત્સવ પણ વાંચવા લાયક છે. ત્રીજા સર્ગમાં ભગવંતની ને સગરકુમારની બાલ્યાવસ્થા, યુવાવસ્થા અને ભગવંતની રાજ્યસ્થિતિ, દીક્ષા તથા કેવળજ્ઞાન અને તેમણે આપેલ દેશના સમાવેલ છે. તેમાં ભગવંતને થયેલ વિચારણું તથા સગર સાથે થયેલ ઉત્તર-પ્રત્યુત્તર વાંચવા લાયક છે. દીક્ષા મહોત્સવ વિસ્તાર રથી વર્ણવેલો છે. ભગવંતની સ્તુતિ આકર્ષણ કરે તેવી છે અને ભગવંતની દેશનામાં તો હદ વાળી છે. આવી વિસ્તારવાળી દેશના કોઈ પણ ગ્રંથમાં દશ્યમાન થતી નથી. આ દેશનામાં ધર્મધ્યાનનું સ્વરૂપ વર્ણવતા તેના ચાર પાયાનું સ્વરૂપ આપેલું છે, તેમાં સંસ્થાનવિચય નામના ચોથા પાયાના વર્ણનમાં તે ત્રણે લેકનું વર્ણન અને આખા ક્ષેત્રસમાસનો સમાવેશ કરી દીધેલ છે. આ દેશના ચિત્ત રાખીને વાંચવા લાયક છે એટલું જ નહિ પણ તે શીખવા લાયક છે. ૪ ચોથા સર્ગમાં સગરચક્રીના દિગ્વિજયનું વર્ણન છે. તેમણે સાધેલા ખંડનું વર્ણન વિસ્તાર થી આપેલ છે. પણ ભરતચીના દિગ્વિજયના વૃત્તાંત કરતાં આ વર્ણનની ઢબ તદ્દન જુદી જ છે. પાંચમા સર્ગમાં રાક્ષસ વંશની ઉત્પત્તિ કહ્યા બાદ સગરકુમારનું દેશાટન અને અષ્ટાપદ સમીપે નાગૅદ્રથી થયેલ તેમના વિનાશનું સવિસ્તર વર્ણન આપેલું છે. તેમાં તીર્થ પ્રત્યેની સગરકુમારની ભક્તિ હણ્યનું આકર્ષણ કરે તેવી બતાવેલી છે. છો સર્ગ કરુણરસથી ભરપૂર છે. તેમાં સગરકુમારોના મૃત્યુ સંબંધી ચક્રીને પહોંચાડેલા ખબર, તેથી તેમને થયેલ શોક, તેનું નિવારણ કરવા કહેલી બે ઈજાળિકની કથા આપ્યા બાદ સગર-ચક્રીએ લીધેલ દીક્ષા અને તેના તથા ભગવંતના નિર્વાણુ પર્યંત હકીકત આપીને બીજા પર્વની સમાપ્તિ કરેલી છે. આ સર્ગ પૂરેપૂરો વાંચવા લાયક છે. તેમાં બ્રાહાણુરૂપ ઈદ્રને ચક્રીએ આપેલ આશ્વાસન અને ચક્રીને ઈદે આપેલો બોધ ખાસ વાંચવા ગ્ય છે. બે ઈજાળિકની કથા ચિત્તને ચમત્કૃતિ ઉપજાવવાને પૂરતી છે અને ભગીરથના સુંદર વિચાર પણ મનન કરવા જેવા છે. આ પ્રમાણેના વર્ણનથી બીજા પર્વની સમાપ્તિ કરવામાં આવી છે. તેમાં ત્રીજે ને છઠ્ઠો સગ વાંચવા અવશ્ય ભલામણ કરીએ છીએ. આ પુસ્તકમાં જે બે પર્વનું ભાષાંતર આપવામાં આવ્યું છે તેને સાર ઉપર બતાવવામાં આવ્યો છે. હવે પછીના પર્વોના ભાષાંતરમાં તે તે પર્વને સાર પણ આ પ્રમાણે બતાવવામાં આવશે. આશા છે કે વાંચનારા જનબંધુઓ લક્ષપૂર્વક આ ગ્રંથ વાંચી તેથી પ્રાપ્ત થનારા અપૂર્વ લાભને મેળવશે, જેથી અમારા અંતઃકરણને હેતુ પાર પડશે અને અમારો પ્રયાસ સફળ થશે. તથાસ્તુ ! સંવત ૧૯૬૧ ચૈત્ર શ્રી જૈન ધર્મ પ્રસારક સભા-ભાવનગર, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 ... 371