Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 1
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
પ્રતા
બીજા સર્ગમાં કુલકરોત્પત્તિ અને શ્રી ઋષભદેવ ભગવંતના જન્મથી દીક્ષા લેવાની ઈચ્છા થવા સુધી હકીકત આપેલી છે. તેમાં પ્રારંભમાં આપેલી પહેલા કુલકર વિમળવાહનના પૂર્વભવની–સાગરચંદ્રની કથા વાંચવા લાયક છે. તેમાં દુર્જને કેવી દુર્જનતા કરે છે અને સતી કેવી સહનશીલતા વાપરે છે તેને આબેહૂબ ચિતાર છે. ભગવંતને દેવદેવીકૃત જન્મોત્સવ બહુ વિસ્તારથી વર્ણવે છે, અને પ્રભુના તથા સુનંદાના રૂપનું વર્ણન પણ વિસ્તારથી કરેલું છે. ભગવંતને દેવકૃત વિવાહ મહોત્સવ વાંચવા લાયક છે અને છેવટે આપેલું વસંત
સ્તુનું વર્ણન કર્તાની વિધાન તરીકેની ખૂબી બતાવી આપવા માટે પૂરતું છે. ત્રીજા સર્ગમાં પ્રભુને દીક્ષા મહોત્સવ, કેવળજ્ઞાન અને દેશનાને સમાવેશ કરવામાં આવેલ છે. તેમાં ઈદ્રકત દીક્ષામહોત્સવનું તથા કેવળજ્ઞાન પામ્યા બાદ ચાર નિકાયના દેવાએ મળીને કરેલા સમવસરણનું વૃત્તાંત સવિસ્તર આપેલું છે. ત્યારબાદ ભગવંતની દેશના આપેલી છે, તે પૂરતા લક્ષથી વાંચવા જેમ છે; કારણ કે તેની અંદર જ્ઞાન-દર્શનચારિત્રની વ્યાખ્યા બહુ સારી રીતે આપેલી છે. ચોથા સર્ગમાં ભરતચક્રીએ કરેલા દિગ્વિજયનું વર્ણન સમાવેલું છે. તે સર્ગની પ્રાંતે ભરતચદીએ પિતાના ૯૮ ભાઈઓને બેલાવેલા તેઓ તેની પાસે ન જતાં, પ્રભુ પાસે ગયા અને પ્રભુને ભરતચદીની કતિ સંબંધી વિજ્ઞાપના કરી, જેથી પ્રભુએ તેઓને અત્યુત્તમ ઉપદેશ આપેલ છે તે ખરેખર ધ્યાન દઈને વાંચવા યોગ્ય છે. પાંચમા સર્ગમાં બાહુબલિ સાથેના વિગ્રહનું વર્ણન છે, તેમાં સુવેગ દૂતે બાહુબલિને કહેલ યુક્તિવાળો સંદેશો અને તેને બાહુબલિએ આપેલ યોગ્ય ઉત્તર વાંચવા યોગ્ય છે. રણસંગ્રામની વિધિનું આમાં ખાસ અનુભવ આપે તેવું વર્ણન આપેલું છે અને યુદ્ધ અટકાવનાર દેવે સાથે ભારત અને બાહુબલિને થયેલ ઉત્તર પ્રત્યુત્તર ખાસ ધ્યાન ખેંચનારા છે. ઠ્ઠા સર્ગમાં ભગવંતના કેવળીપણાના વિહારનું વર્ણન છે અને યાવત ભગવંતના તથા ભરતચક્કીના નિવાં પર્વતની હકીક્ત સમાવીને પહેલા પર્વની સમાપ્તિ કરેલી છે. તેમાં અષ્ટાપનું અને શત્રુંજયનું તથા અષ્ટાપદ ઉપર ભરતચક્રીએ કરાવેલા સિંહનિષવા પ્રાસાદું વર્ણન ખાસ વાંચવા લાયક છે. ત્રેસઠ શલાકા પુરુષનાં નામ, માતા, પિતા, નગરી, આયુ, અંતર વિગેરે અનેક બાબતો આ સર્ગમાં ભગવંતની દેનામાં સમાવેલ છે. પ્રાંતે ભરતચક્રીને આશંભુવનમાં કેવળજ્ઞાન ઉત્પન્ન થયાનું વર્ણન પૂરતું આકર્ષણ કરે તેવું આપેલું છે, દરેક સર્ગમાં જ્યાં જ્યાં પાંચે કલ્યાણક વિગેરે પ્રસંગમાં ઇદ્ર તથા ભરતચક્રી વિગેરેએ પ્રભુની સ્તુતિ કરેલી છે તે ધ્યાન દઈને વાંચવા લાયક છે; કારણ કે તેમાં અનેક બાબતને
સમાવેશ કરેલ છે. બીજા પર્વના છ સર્ગમાં નીચે જણાવેલી બાબતો સમાવી છે, તેમાં ખાસ ધ્યાન આપવા યોગ્ય શું શું છે તે પણ આ નીચે જણાવ્યું છે.
પહેલા સર્ગમાં અજિતનાથજીના પૂર્વભવનું વર્ણન આપેલું છે. તેમાં વિમલવાહન રાજાના વૈરાગ્યવાસનાવાળા વિચાર, મંત્રીઓ અને પુત્ર સાથે તેમને થયેલ ઉત્તર–પ્રત્યુત્તર, અરિંદભાચાર્યે આપેલી દેશના અને આઠ પ્રવચનમાળા તથા બાવીશ પરિષહનું વર્ણન ધ્યાન દઈને વાંચવા લાયા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org