Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 1
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad

Previous | Next

Page 13
________________ પડતા કે ત્રીજ પર્વમાં શ્રી નવનાથજીથી શીતળનાથ પર્યત આઠ તીર્થકરોનાં ચરિત્ર છે. ૪ ચોથા પર્વમાં શ્રી શ્રેયાંસનાથજીથી ધર્મનાથજી સુધી પાંચ તીર્થકરોનાં અને પાંચ પાંચ વાસુદેવ, બળદેવ અને પ્રતિવાસુદેવનાં તથા મધવા ને સનતકુમાર એ બે ચકીનાં મળી ૨૨ મહાપુરુષોનાં ચરિત્ર છે. ૫ પાંચમા પર્વમાં શ્રી શાંતિનાથનું જ ચરિત્ર છે, પણ તેઓ એક ભવમાં તીર્થકર ને ચકી. એમ બે પદવીવાળા થયેલા હોવાથી બે ચરિત્ર ગણેલાં છે. છઠ્ઠા પર્વમાં શ્રી કુંથુનાથજીથી મુનિસુવ્રતસ્વામી પર્યત ચાર તીર્થકરોનાં, ચાર ચક્રીનાં અને બે-બે વાસુદેવ, બળદેવ અને પ્રતિવાસુદેવનાં મળી કુલ ૧૪ મહાપુરુષોનાં ચરિત્રો છે. તેમાં પણ ચાર ચદીમાં બે તો કુંથુનાથજી તથા અરનાથજી જ તે ભવમાં ચકી પણ થયેલા હોવાથી તેમને ગણેલા છે. સાતમા પર્વમાં શ્રી નમિનાથજી, દશમા તથા અગિયારમા ચક્રી અને આઠમા બળદેવ, વાસુદેવ અને પ્રતિવાસુદેવ-રામ, લક્ષ્મણ તથા રાવણનાં ચરિત્ર મળી ૬ મહાપુરુષોનાં ચરિત્રે છે. આ પર્વને મોટા ભાગ રામચંદ્રાદિનાં ચરિત્રમાં રોકાયેલ હોવાથી તે જૈન રામાયણ તરીકે ઓળખાય છે. આઠમા પર્વમાં શ્રી નેમિનાથજી તથા નવમાં વાસુદેવ, બળદેવ ને પ્રતિવાસુદેવ-કૃષ્ણ, બળભદ્ર તથા જરાસંધના મળી ૪ મહાપુરુષોનાં ચરિત્ર છે. પાંડવ નેમિનાથજીના સમકાલીન હેવાથી તેમનાં ચરિત્રોનો સમાવેશ પણ આ પર્વમાં કરેલ છે. નવમા પર્વમાં શ્રી પાર્શ્વનાથજી તથા બૌદત્ત નામના બારમા ચદીના મળી બે મહાપુwોનાં ચરિત્રો છે. ૧૦ દશમા પર્વમાં શ્રી મહાવીર સ્વામી ભગવંતનું ચરિત્ર જ છે, પણ પ્રસંગે પાત શ્રેણિક, અe કુમારાદિક અનેક મહાપુરુષોનાં ઘણાં વિસ્તારવાળા ચરિત્રો તેમાં આપેલાં છે. આ પર્વ બધા પ કરતાં મોટું છે અને શ્રી વીરભગવંતનું ચરિત્ર આટલા વિસ્તારથી બીજા કોઈ પ્રથમ ઉપલબ્ધ નથી. આ પ્રમાણે દશ પર્વમાં મળી ૬૦ શલાકા પુરુષોનાં ચરિત્રોનો સમાવેશ કરવામાં આવેલો છે, તેનું યંત્ર પણું આ પ્રસ્તાવનાની પ્રારંભમાં આપેલું છે. આ ત્રેસઠ મહાપુરુષો “શલાકા પુરુષ’ એટલા માટે કહેવાય છે કે તેમને મેલગમનને ચોકકસ નિણય થયેલો છે. ચોવીશ તીર્થકરો તો તદભવમોક્ષગામી હોય છે. ચક્રવર્તીમાં જે તે ભ ગ્રહણ કરે છે તે સ્વર્ગે અથવા મોક્ષે જાય છે અને જે સંસારમાં જ રહે છે તે નરકે જાય છે. આ વીશીમાં થયેલા ૧૨ ચક્રમાંથી સુભૂમ ને બ્રહ્મદત્ત બે ચક્રી મહાપાપારંભ કરી નરકે ગયેલા છે, પણ તે આગામી ભવે અવશ્ય મોક્ષે જનાર છે. વાસુદેવ ને પ્રતિવાસુદેવ છે તે ભવમાં નરકે જ જાય છે, કારણ કે તે સંસારમાં બહુ ખેંચેલા હેય છે ને સંસાર ત્યજી શકતા નથી; પણ આગામી ભવે તેઓ જરૂર મોક્ષે જનારાં છે. નવ બળદેવ ઉત્તમ છવો હેવાથી વાસુદેવના કાળ કરી ગયા પછી છ માસે સ્નેહબંધન તૂટવાથી ચાસ્ત્રિ પ્રહણ કરે છે અને સ્વર્ગ અથવા મોક્ષે જાય છે. સ્વર્ગે જનારા બળદેવે આગામી ભવે મેણે જાય છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 371