Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 1
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad

Previous | Next

Page 14
________________ પ્રસ્તાવના શ્રી કાળસિત્તરી પ્રકરણમાં ૧૧ રૂદ્ર તથા ૯ નારદને પણ સમાવેશ કરી ૮૩ની સંખ્યા કરેલી છે. દરેક ચોવીશીમાં ૧૧ રૂદ્ર થાય છે. આ ચોવીશીમાં ૧૧ મા રૂક સત્યકી શ્રી મહાવીર સ્વામીના સમયમાં થયેલા છે, જે “શિવ'ના નામથી પ્રખ્યાતિ પામેલા છે અને દરેક વાસુદેવના સમયમાં એકેક નારદ મતા હોવાથી ૯ નારદ થાય છે. આ ગ્રંથમાં બતાવેલા ૬૩ શલાકાપુરુષમાં છવ ૫૯ અને સ્વરૂપ ૬૦. છે; એટલે કે શ્રી શાંતિનાથજી, કુંથુનાથજી તથા અરનાથજી તે જ ભવમાં ચક્રવત પણ થયેલા હોવાથી તે ત્રણ બાદ કરતાં ૬૦ સ્વરૂપ (શરીર) થાય છે અને શ્રી મહાવીર સ્વામીને જીવ જ પહેલા વાસુદેવ ત્રિપુષ્ઠ તરીકે થયેલ હેવાથી કુલ ચાર બાદ કરતાં ૫૯ છવ થાય છે. છ અનાદિ કાળથી ભવભ્રમણ કરતાં હોવાથી તેના ભવ તો અનંતા થાય છે, પરંતુ જ્યારે તે સમક્તિ પામે છે ત્યારપછીના ભવ ગણત્રીમાં ગણાય છે. વધારેમાં વધારે અધ પુદગળપરાવર્તનની અંદર તે સમતિ પામ્યા પછી મોક્ષે જાય જ છે. તીર્થંકરના છ સભક્તિ પામ્યા પછી તેટલું ભવભ્રમણ કરતા નથી. એક મહાવીરસ્વામીને જીવ ક્રોડાક્રોડ સાગરોપમ ઉપરાંત સમક્તિ પામ્યા પછી સંસારમાં હો છે, બીજા તીર્થકરના જીવો તો બહુ થોડા કાળમાં–થોડા ભવમાં સમતિ પામ્યા પછી મોક્ષે ગયા છે. આ ચરિત્રમંથમાં દરેક પ્રભુ સમકિત પામ્યા તે ભવથી પ્રારંભીને તેમનાં ચરિત્ર વર્ણવેલાં છે જેમકે શ્રી ઋષભદેવ પ્રભુ તેરમા ભવે ધનસાર્થવાહના ભવમાં સમક્તિ પામ્યા ત્યારથી તેમનું ચરિત્ર વર્ણવેલ છે. દરેક તીર્થંકરનામકર્મ ત્રીજા ભવે જ બાંધે છે (નિકાચીત કરે છે, અને તે વીશ સ્થાનક પછી એક અથવા વધારે યાવત વિશે સ્થાનકે આરાધનાથી બંધાય છે. એ વીશ સ્થાનકોનું વર્ણન પહેલા સર્ગમાં છેવટના ભાગમાં આપેલું છે. આ ગ્રંથ મહાકાવ્ય હોવાથી તેમાં મહાકાવ્યના લક્ષણ પ્રમાણે દરેક બાબત સમાવેલી છે. એ જતુનું વર્ણન, નાયક નાયિકાના રૂ૫ વિગેરેનું વર્ણન, દેશ નગરાનુિં વર્ણન, યુદ્ધનું વર્ણન વિગેરે દરેક પર્વમાં પફ પૃથફ પ્રસંગે સમાવેલ છે. આ ગ્રંથના સંબંધમાં જેટલું લખીએ તેટલું થયું છે, કારણ કે કર્તાપુરુષ મહાવિધાન અને દરેક વિષયમાં પરિપૂર્ણ તેમજ વ્યાકરણાદિના આદ્યકર્તા જેવા હોવાથી આ ગ્રંથમાં કઈ વાત બાકી રાખેલી નથી. આ આખા ગ્રંથમાંથી પ્રભુની સ્તુતિઓ અને પ્રભુએ આપેલી દેશનાઓને જુદો સંગ્રહ કરવામાં આવે તો તેની અંદર જિનપ્રવચનની સર્વ બાબતો સમાઈ જાય તેમ છે. અહીં સુધી આખા ગ્રંથ સંબંધી હકીકત પ્રદર્શિત કરવામાં આવી. હવે આ બુકમાં સમાવેલા પહેલા તથા બીજા પર્વની અંદર ખાસ ધ્યાન આપવા લાયક બાબતો શું શું સમાવી છે તે જણાવીએ છીએ. વિશેષ તે વિષયાનુક્રમ વાંચવાથી જાણી શકાય તેમ છે અને તેથી વિશેષ સાવૅત ચરિત્ર વાંચવાથી જાણી શકાય તેમ છે. પહેલા તથા બીજા પર્વમાં છ છ સર્ગો છે. પહેલા પર્વના છ સર્ગમાં નીચે પ્રમાણે બાબતો સમાવી છે. ૧ પહેલા સર્ગમાં શ્રી ઋષભદેવજીના પ્રથમના ૧૨ ભવેનું વર્ણન આપેલ છે, તેમાં ખાસ માન આપવા લાયક શ્રી ધર્મઘોષસૂરિની દેશના છે, જેમાં દાનશીલાદિ ચારે પ્રકારના ધર્મોનું વર્ણન આપેલ છે. ત્યાર પછી મહાબળ રાજાની સભામાં મંત્રીઓને ધાર્મિક સંવાદ લક્ષપૂર્વક વાંચવા લાયક છે; તેમાં ખાસ નાસ્તિક મતનું ખંડન ને ખંડન ધ્યાન આપવા યોગ્ય છે. ત્યાર પછી મુનિઓને પ્રાપ્ત થતી લબ્ધિઓનું તથા વીથ સ્થાનકેનું વર્ણન છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 371