________________
બીજા પર્વના છ સર્ગમાં નીચે જણાવેલી બાબતે સમાવી છે, તેમાં ખાસ ધ્યાન આપવા યોગ્ય શું શું છે તે પણ આ નીચે જણાવ્યું છે. | ૧ પહેલા સર્ગમાં અજિતનાથજીના પૂર્વભવનું વર્ણન આપેલું છે. તેમાં વિમલવાહન રાજાના
વિરાગ્યવાસનાવાળા વિચાર, મંત્રીઓ અને પુત્ર સાથે તેમને થયેલ ઉત્તર–પ્રત્યુત્તર, અરિંદભાચાર્યે આપેલી દેશના અને આઠ પ્રવચનમાતા તથા બાવીશ પરિષહેનું વર્ણન ધ્યાન
દઈને વાંચવા લાયક છે. ૨ બીજા સર્ગમાં ભગવંતના ને સગરચક્રીના જન્મ સંબંધી હકીકત આપેલી છે. તેમાં પ્રભુનો
દેવદેવીએ કરેલ જન્મોત્સવ બહુ વિસ્તારથી વર્ણવેલ છે; પરંતુ તેમાં ખૂબી એ છે કે પહેલાં પર્વમાં આપેલ વર્ણન કરતાં આમાં આપેલ વર્ણન જાદા જ પ્રકારનું છે કે જેથી પુનરા
વૃત્તિ કહેવાય તેમ નથી. જિતશત્રુ રાજાએ કરેલ જન્મોત્સવ પણ વાંચવા લાયક છે. '૩ ત્રીજા સર્ગમાં ભગવંતની ને સગરકુમારની બાલ્યાવસ્થા, યુવાવસ્થા અને ભગવંતની રાજ્ય
સ્થિતિ, દીક્ષા તથા કેવલજ્ઞાન અને તેમણે આપેલ દેશના સમાવેલ છે. તેમાં ભગવંતને થયેલ વિચારણું તથા સગર સાથે થયેલ ઉત્તર-પ્રત્યુત્તર વાંચવા લાયક છે. દીક્ષામહોત્સવ વિસ્તારથી વર્ણવેલો છે. ભગવંતની સ્તુતિ આકર્ષણ કરે તેવી છે અને ભગવંતની દેશનામાં તો હદ વાળી છે. આવી વિસ્તારવાળી દેશના કોઈ પણ ગ્રંથમાં દશ્યમાન થતી નથી. આ દેશનામાં ધર્મધ્યાનનું સ્વરૂપ વર્ણવતાં તેના ચાર પાયાનું સ્વરૂપ આપેલું છે, તેમાં સંસ્થાનવિચય નામના ચોથા પાયાના વર્ણનમાં તે ત્રણે લોકનું વર્ણન અને આખા ક્ષેત્રસમાસને સમાવેશ કરી દીધેલ છે. આ દેશના ચિત્ત રાખીને વાંચવા લાયક છે એટલું જ નહિ પણ તે શીખવા લાયક છે. ચોથા સર્ગમાં સગરચક્રીના દિગ્વિજયનું વર્ણન છે. તેમણે સાધેલા ષખંડનું વર્ણન વિસ્તાર
થી આપેલ છે, પણ ભરતચક્રીના દિગ્વિજયના વૃત્તાંત કરતાં આ વર્ણનની ઢબ તદ્દન જુદી જ છે. ૫ પાંચમા સર્ગમાં રાક્ષસ વંશની ઉત્પત્તિ કહ્યા બાદ સગરકુમારનું દેશાટન અને અષ્ટાપદ - સમીપે નાગેથી થયેલ તેમના વિનાશનું સવિસ્તાર વર્ણન આપેલું છે. તેમાં તીર્થ પ્રત્યેની
સગરકુમારની ભક્તિ હૃદયનું આકર્ષણ કરે તેવી બતાવેલી છે. ૬ છઠ્ઠો સર્ગ કરુણરસથી ભરપૂર છે. તેમાં સગરકુમારોના મૃત્યુ સંબંધી ચક્રીને પહોંચાડેલા ' ', ' . ખબર, તેથી તેમને થયેલ શાક, તેનું નિવારણ કરવા કહેલી બે ઇંદ્રજાળિકની કથા આપ્યા " , બાદ સગર ચક્રીએ લીધેલ દીક્ષા અને તેના તથા ભગવંતના નિર્વાણ પર્યત હકીકત આપીને
બીજા પર્વની સમાપ્તિ કરેલી છે. આ સંગ પૂરેપૂરો વાંચવા લાયક છે. તેમાં બ્રાહ્મણરૂપ
ઈને ચક્રીએ આપેલ આશ્વાસન અને ચક્રીને ઈ કે આપેલ બાધ ખાસ વાંચવા ગ્ય છે. ::, બે ઈજાળિકની કથા ચિત્તને ચમત્કૃતિ ઉપજાવવાને પૂરતી છે અને ભગીરથના સુંદર વિચાર , પણ મનન કરવા જેવા છે.
3: આ પ્રમાણેના વર્ણનથી બીજા પર્વની સમાપ્તિ કરવામાં આવી છે. તેમાં ત્રીજો ને છો સર્ગ વાંચવા અવશ્ય ભલામણ કરીએ છીએ.