________________
તન્વાખ્યાન.
ભૂમિમાં ઘણુ વખત સુધી જૂનું પાણી રહ્યા કરતું હોય તથા સર્વ ઋતુમાં જ્યાં ઠંડી પડતી હોય તેવા પ્રદેશમાં પ્રકટ થાય છે. એમ અનુભવિ વૈદ્યોનું માનવું છે. મધુમેહ.
મધુમેહ, એ નામનો રોગ બસ્તિ-પુરૂષ ચિન્હમાં ઉત્પન્ન થાય છે. એ રોગની વિદ્યમાનતાથી પિશાબ મધની માફક મીઠે બની જાય છે. આ રોગ અસાધ્ય કહેવાય છે. જો કે સર્વ પ્રમેહ અર્થાત્ પરમીઆઓ પ્રાયઃ સર્વદેથી ઉત્પન્ન થાય છે, છતાં વાતાદિની પ્રબળતાથી તેના વિશ ભેદ પાડવામાં આવે છે. કફની ઉત્કટતાથી ૧૦ પ્રકારના પ્રમેહ, પિત્તની પ્રબળતાથી ૬ પ્રકારના તથા વાયુના વિશેષ વિકારથી ૪ પ્રકારના–એમ સર્વ મળી ૨૦ સંખ્યા થાય છે. દરેક પ્રમેહે
જ્યારે અસાધ્ય અવસ્થાને આધીન બને છે, ત્યારે તે “મધુમેહ નામથી ઓળખાય છે. કારણ કે બીજા પ્રમેહોને ઉપચારથી કદાચ આરામ થવાને સંભવ રહે છે, પરંતુ મધુમેહની અવસ્થામાં પરિણમેલ પ્રમેહને કઈ પણ ઉપચાર લાગુ નહિ પડત. હેવાથી અતિશય અસાધ્ય મનાય છે. માટે તેને જીવનયાત્રાની સમાપ્તિને સૂચક જાણવું જોઈએ.
ઉપર દર્શાવેલ ગે શારીરિક દુખમાં ગણાય છે. તેના અવાન્તર ભેદો હજારે થઈ શકે છે, પરંતુ આ ન્હાના ગ્રંથમાં તે વિષયનું વિશેષ વર્ણન કરવાને અવકાશ ન હોવાથી વિસ્તારથી વિવેચન કરવાના વિચારપ્રવાહને અટકાવી હવે આગળ વધીશું,