________________
તવાખ્યાન,
૮૭
અનુમાન કરવામાં આવે છે. પરમાણુરૂપ બાહા વસ્તુની સિદ્ધિમાં તેવી વ્યાપ્તિ જાણવામાં નહિ આવી હોવાથી અનુમાન પ્રમાણ પણ અનુપયેગિ થાય છે. એ બે પ્રમાણ સિવાય ત્રીજું પ્રમાણ તે કઈ છે જ નહિ. જેના દ્વારા બાહ્ય વસ્તુને પરમાણુરૂપ સ્વીકારવાનું સાહસ કરવામાં આવે.
બાહ્ય વસ્તુને સ્કૂલરૂપ પણ સ્વીકારી શકાય તેમ નથી. કેમકે જ્યારે એક પરમાણુની પણ સિદ્ધિ થઈ શકતી નથી, ત્યારે અનેક પરમાણુના સમુદાયરૂપ અવયવિની સિદ્ધિ તે કયાંથી થઈ શકે ? અનેક પરમાણુ સિદ્ધ નહિ થઈ શકવાથી ' “ઘટાદિરૂપ સ્થલ અવયવી છે.” એમ માની શકાય નહિ, એ સ્વાભાવિક છે.
“અનેક અવયના આધાર રૂપ અવયવી છે.” એમ કહી શકાશે નહિ. કેમકે પરસ્પર વિરોધી અવયથી એક સ્થલ ઘટાદિરૂપ અવયવી કેમ બની શકે? કદાચ અવયવીની સિદ્ધિ કરવા માટે અવયવોને અવિધિ જણાવવામાં આવે તે પ્રત્યક્ષથી એક જ સ્થૂલ અવયવિમાં વ્યક્ત જણાતા રક્તત્વ, અરક્તત્વ, ચલત્વ, અચલવ વિગેરે વિધિ અવયવને અપલાપ કર્યો કહેવાશે.
અવયવોમાં અવયવી સંપૂર્ણતાથી રહે છે, કે દેશથીઅંશથી રહે છે? એ પ્રશ્નનો પ્રત્યુત્તર “સંપૂર્ણતાથી રહે છે ? એ મળે તે એક જ અવયવમાં અવયવી સંપૂર્ણ થવાથી