________________
૨૧૮
તવાખ્યાન.
અવયવે તે છિદ્રમાં પ્રવેશ કરીને આખા ઘટને પકાવી દે છે. જ્યારે આવા સહેલા ઉપાયથી કાર્ય થતું હોય, ત્યારે શા માટે ઘટથી લઈ પરમાણુ સુધી નાશ માને અને ફરીથી ઘટની ઉત્પત્તિની નવીન કલ્પના કરવી જોઈએ ? કલ્પના પણ ત્યાં કરાય જ્યાં દોષ ન આવતે હેય. પરંતુ આ ઠેકાણે તે શૈરવ દેષ પણ આવે છે, માટે વૈશેષિક લોકોનું કથન યુક્તિસંગત નથી એમ નૈયાયિકેને આશય છે.
ગુણેમાં સાધાર્ય–વૈધમ્યની સમજણ.
દ્રવ્યની માફક ગુણવાળા તથા ક્રિયાવાળા ન હોવાથી ગુણરહિતપણું તથા કિયારહિતપણું ગુણોનું સામ્ય સમજવું.
રૂપ, રસ, ગન્ધ, સ્પર્શ, પરત્વ, અપરત્વ, ગુરૂત્વ, દ્રવત્વ, નેહ, વેગ-આ દશ ગુણ મૂર્ત દ્રવ્યમાં રહેતા હોવાથી મૂર્તગુણપણું એમાં સાધર્યું છે.
બુદ્ધિ, સુખ, દુઃખ, ઈચ્છા, દ્વેષ, પ્રયત્ન, ધર્મ, અધર્મ, ભાવના, શબ્દ-આ નવ ગુણે અમૂર્ત એવા આકાશ, કાલ, દિશા અને આત્મા આ ચાર દ્રવ્યમાં રહેલા હોવાથી અમૂર્ત ગુણપણું એનું સાધમ્ય સમજવું.
સંખ્યા, પરિમાણ, પૃથકત્વ, સંગ, વિભાગ-આ પાંચ ગુણે મૂર્વ અમૂર્ત ઉભયમાં રહેલ હોવાથી ઉભયગુણપણું એનું સાધમ્ય સમજવું