________________
તેવાખ્યાન.
૨૬૭
કદાચ એમ કહેવામાં આવે કે મને દ્વારા વિષયને પરિછેદ થાય છે માટે આ દેષને અવકાશ નથી. આ કથન પણ બુદ્ધિગ્રાહ્ય નથી, કેમકે આપના મતમાં મન પણ પરમાણુરૂપ જડ છે, તે આપજ બતાવશે કે તેવા જડ મનથી પણ વિષયને પરિચ્છેદ કેવી રીતે થઈ શકે.
એના ઉત્તરમાં એમ કહેવામાં આવે કે આત્મા તેિજ વિષયને પરિચ્છેદ કરે છે, ઈન્દ્રિયે તે કેવલ નામમાત્ર છે. એનું નિરાકરણ તે કુંથુ વિગેરે સૂમ પ્રાષ્ટ્રિમાં પણ આત્મા તે બરાબર છે, માટે ત્યાં પણ પંચેન્દ્રિયના વિષયને પરિચછેદ થવો જોઈએ, તથા અમુક જીવને અમુક ઈન્દ્રિયે હેય એવું પણ આપના મતમાં કેઈ ઠેકાણે જણાવવામાં આવ્યું નથી. વળી વિષયના પરિચ્છેદમાં વધ્યા તુલ્ય હેવાથી ઇન્દ્રિયની માન્યતાજ નકામી થઈ જવાની.
પ્ર. ઘાણેન્દ્રિય ગન્ધને ગ્રહણ કરે છે, અને ગન્ધ તે પૃથ્વીને ગુણ છે. રસનેન્દ્રિય રસને ગ્રહણ કરે છે, અને રસ તો જલને ગુણ છે. ચક્ષુ રૂપને ગ્રહણ કરે છે, અને રૂપ તે તેજને ગુણ છે, સ્પર્શેન્દ્રિય સ્પર્શને ગ્રહણ કરે છે, અને સ્પર્શ તો વાયુને ગુણ છે. શ્રવણેન્દ્રિય શબ્દને ગ્રહણ કરે છે અને શબ્દ તે આકાશને ગુણ છે. જે ઈન્દ્રિય જેથી બનેલી હેય તે તેના ગુણને ગ્રહણ કરે છે. આથી પાંચે ઈન્દ્રિયે પૃથ્વી વિગેરે ભૂતથી બનેલી છે એ સિદ્ધ થાય છે.
ઉ. ધ્રાણેન્દ્રિયને જે પાર્થિવ માનવામાં આવે તે જેમ