Book Title: Tattvakhyan Purvarddha
Author(s): Mangalvijay
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 309
________________ ૨૮૪ . તત્તવાખ્યાન, ભોગની ક્રિયાને લઈને કર્મબન્ધ થવું જોઈએ, અને બીજા ભાગમાં તે કર્મબન્ધનું સાધનભૂત શરીર નહિ હેવાથી મધને અભાવ થવાને, અને જ્યારે બન્ધને અભાવ થયે ત્યારે મુક્તાવસ્થા માનવામાં અડચણ શી રહી તે આપજ સમજાવશે. આથી એ સિદ્ધ થયું કે એક જ ભવમાં સંસારી અવસ્થા અને મુક્તાવસ્થાને સાથે રહેવાથી દરેક છ મુકત પણ છે અને સંસારી પણ છે. આવું માતા વધ્યા સમાન માનવાને સુઅવસર આપને પ્રાપ્ત થવાને. માટે બીજો પક્ષ પણ આપનાથી માની શકાશે નહિ. - ત્રીજો પક્ષ માનવામાં તે શરીરવ્યાપી જ્યારે જીવાત્મા છે ત્યારે જગતવ્યાપકતા એમાં કેવી રીતે આવવાની? આ પણ વાત વિચારણીય છે. વળી આત્માને વ્યાપક માનવામાં જગત્કર્તાપણું પણ ઈશ્વરની માફક તમામના આત્મામાં અવવાનું. જીવાત્માએ જગત વ્યાપક હોવાથી ઇશ્વરના આત્મામાં પણ વિદ્યમાન છે. અને જ્યારે ઈશ્વરના આત્મામાં જીવાત્માને પ્રવેશ થયે ત્યારે ઈશ્વરની માફક જીવાત્મા પણ જગતને કર્તા છે એમ કેમ ન કહી શકાય ? અથવા તે જીવાત્મા જગતને કર્તા નહિ હોવાથી ઈશ્વર પણ જગતને કર્તા નથી એમ કહેવામાં પણ આપના મત પ્રમાણે જો બાધ છે તે જણાવશે. પ્ર. આત્મા વ્યાપક છે. આકાશની માફક. સર્વ ઠેકાણે ગુણે ની ઉપલબ્ધ થતી હોવાથી આ અનુમાન અષાની વ્યાપકતા સિદ્ધ કરી આપે છે.

Loading...

Page Navigation
1 ... 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330