Book Title: Tattvakhyan Purvarddha
Author(s): Mangalvijay
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 322
________________ તત્ત્વાખ્યાન થને પરિસ્પન્દ છે, તેનું નામજ કર્મ સમજવું. વૈશેષિક લોકેએ માનેલ ઉલ્લેષણ, અવક્ષેપણું, આકુંચન, પ્રસારણ, ગમન આ પાંચ કર્મને પણ આમાંજ સમાવેશ સમજ. પ્ર. ઉલ્લેષણાદિ કર્મમાં વિલક્ષણતા જ્યારે માલુમ પડે છે, ત્યારે એક દેશથી બીજા દેશની પ્રાપ્તિના કારણ રૂપ પદાની ક્રિયાને એક કર્મ સ્વરૂપે કેવી રીતે માની શકાય ?' ઉ૦ જે કંઈક ભેદ વિશેષને લઈને કર્મનું પ્રતિપાદન કરવામાં આવે તે ભ્રમણ, રેચન વિગેરેને પણ પૃથક રૂપે કર્મ કેમ ન મનાય? આકાશની માફક જે સર્વદા એક સ્વરૂપ વાળે હોય તેમાં ક્રિયા પણ કેવી રીતે સંભવી શકે? વળી એક સ્વરૂપવાળા આત્માદિ પદાર્થમાં ગમન ક્રિયા કરવાપણું જ્યારે માનવામાં આવશે ત્યારે નિશ્ચલપણું (ક્રિયા રહિતપણું) આકાશમાં ઉડી જવાનું અને જે ગમન ક્રિયા કરવાપણું ન માનવામાં આવે તો આકાશની માફક કંઈ પણ જીવન સંબધી ચેષ્ટાઓ દષ્ટિગોચર ન થવી જોઈએ, કેમકે આપના મતમાં આત્મા, મન વિગેરે અપરિણામી માનવામાં આવેલ છે, અને અપરિણામીમાં તે આકાશ પુષ્પની માફક ક્રિયાને બીલકુલ સંભવજ ન હોઈ શકે; તે પછી ગમન વિગેરે કિયાના પાંચ ભેદની વાત જ શી કરવી? માટે આપના મત પ્રમાણે તે કર્મ પદાર્થ કઈ રીતે સિદ્ધ થાય તેમ છેજ નહિ. પરન્ત જે દર્શનકાર આત્મા, મન વિગેરેને પરિણામી માનતા હોય તેમનાજ મતમાં દરેક પ્રકારના કર્મની ઉપપત્તિ થવાની.

Loading...

Page Navigation
1 ... 320 321 322 323 324 325 326 327 328 329 330