Book Title: Tattvakhyan Purvarddha
Author(s): Mangalvijay
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 325
________________ તત્વાખ્યાન, • અભાવને પણ પદાર્થ રૂપ માનવામાં જ્યારે આવે ત્યારે વધ્યા પુત્ર, ખરશંગ, કાચબાનું દૂધ વિગેરેને પદાર્થ માનવામાં અડચણ શાની? મુકિત વિચાર. આત્માના વિશેષ ગુણને જે નાશ તેનું નામજ મેક્ષ સમજવું. આ વાત ખુબ ધ્યાન પૂર્વક વિચાર કરવા લાયક છે. આત્માથી સર્વથા ભિન્ન એવા બુદ્ધિ વિગેરે વિશેષ ગુણેના વિનાશને આપ મા કહે છે, અથવા તે અભિન્ન એવા વિશેષ ગુણોના ઉછેદને મેક્ષ કહે છે, અથવા તે કથંચિત ભિન્ન એવા વિશેષ ગુણેના વિનાશને કહે છે? આ ત્રણ પ્રશ્ન પૂછવામાં આવે છે. - પ્રથમ પક્ષમાં તે આત્માથી સર્વથા ભિન્ન હોય અને આત્માના ગુણો પણ કહેવાય એ વાત કેવી રીતે કહી શકાય ? જેમ હિમાચલ અને વિધ્યાચલ આ બે પર્વતે સર્વથા ભિન્ન હેવાથી એમાં ગુણગુણીભાવ માનવામાં આવતું નથી. તેમ જ આત્મા અને જ્ઞાનાદિ ગુણેમાં પણ સર્વથા ભિન્નતા હેવાથી ગુણ ગુણ ભાવ પણ કેવી રીતે માની શકાય? અને જ્યારે આપસમાં ગુણગુણભાવ નથી, ત્યારે ઘટના વિનાશની માફક ગુણોને વિનાશ થાય તે પણ આત્માને મોક્ષ કેવી રીતે કહી શકાય? માટે પ્રથમ પક્ષ અનાદરણીય સમજ.

Loading...

Page Navigation
1 ... 323 324 325 326 327 328 329 330