Book Title: Tattvakhyan Purvarddha
Author(s): Mangalvijay
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 282
________________ તવાખ્યાન. ૨૫૭: સત્ત્વ માનવું પડશે, કેમકે સ્વરૂપથી અસત્ જેમ દ્રવ્યાદિ પદાર્થો છે તેમ આકાશપુષ્પ વિગેરે પણ સ્વરૂપથી અસત છે. તે એકમાં સ્વરૂપથી અસત હોવા છતાં પણ સત્વ માનવું અને બીજામાં ન માનવું એનું શું કારણ, તેને વિચાર આપજ કરશે. આ કારણથી પ્રથમ પક્ષ આદરણીય નથી. હવે રો બીજો પક્ષ. જ્યારે દરેક પદાર્થમાં સ્વરૂપથી સર્વ વિદ્યમાન છે ત્યારે સત્તાના સંબન્ધથી બીજુ સત્ત્વ માનવાની શી જરૂર છે ? કેમકે સામાન્ય પદાર્થ માન્યા સિવાય પણ વસ્તુમાં સત્તા તે આપે માની લીધી તે પૃથક સામાન્ય પદાર્થ માનવાની બીજી જરૂર શાની રહી? વળી તે સામાન્ય દરેકની ઉપર વર્તે છે એવું જે માનવામાં આવશે તે દરેક વસ્તુનું સ્વરૂપ જેમ દરેક વસ્તુની અંદર વર્તતું હોવાથી તે એકજ છે એમ કહેવામાં કઈ પણ બુદ્ધિમાનું સાહસ કરી શકે નહિ. તેમ દરેક વસ્તુની ઉપર વર્તતું સામાન્ય પણ સ્વરૂપની માફક અનેક હોવા છતાં પણ એકજ છે એમ કઈ પણ કહી શકે નહિ એને વિચાર કરશે. - ઘણા દ્રવ્યમાં જો કે તે સામાન્ય રહે છે તે પણ અમે તે એકજ માનીશું એ કથન પણ ઠીક નથી, કેમકે એવી રીતે માનવાથી તે એમાં સદેશપણું આવવાથી સામાન્યપણું જ ઉ જવાનું અને સંદેશ નહિ માનવામાં તે પરમાણુની માફક દ્રવ્યાદિ પદાર્થોમાં રહેવાપણું બની શકશે નહિ. દરેક વસ્તુમાં વતવા છતાં પણ અમે એને એકજ મા નીએ છીએ એ પણ કથન યુક્તિવિરૂદ્ધ સમજવું; કેમકે એમ 17

Loading...

Page Navigation
1 ... 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330