________________
તસ્વાખ્યાન.
૨૪૫
નવી, તળાવ, સમુદ્ર વિગેરેના તરંગોની જેમ એક શબ્દથી બીજો શબ્દ, બીજાથી ત્રીજે એવી રીતે ઉપન્ન થતાં થતાં જ્યારે કાન સુધી આવે ત્યારે તેનું ગ્રહણ થાય છે.
કર્મસ્વરૂપનિરૂપણ - મૂર્ત દ્રવ્યમાં રહેવાવાળું, બીજામાં નહિ રહેવાવાળું અને ગુણથી જે રહિત હોય તે કર્મ કહેવાય. તેના પાંચ ભેદ છે. ઉલ્લેપણું, અવક્ષેપણું, આકુંચન, પ્રસારણ, ગમન. પત્થર વિગેરે વસ્તુને ઉચે ફેંકવાની જે કિયા તે ઉલ્લેપણ કર્મ કહેવાય. તેજ વસ્તુને નીચે ફેંકવાની જે કિયા તે અવક્ષેપણ કર્મ કહેવાય. હાથ પગ વિગેરેને સંકેચ કરવાની જે કિયા તે આકુંચન કર્મ કહેવાય. તે અવયને ફેલાવવાની ક્રિયાને પ્રસારણ કહેવામાં આવે છે. જવા આવવાની ક્રિયાને ગમન કહેવામાં આવે છે. આત્મત્વ પુરૂષવની માફક કર્મત્વને પર્યાય ગમન પણું સમજવું. ભ્રમણ વિગેરેની વ્યાખ્યા પૂર્વ કરવામાં આવી છે, માટે અત્ર તેનું વિવેચન કરવામાં આવતું નથી.
સામાન્યસ્વરૂપનિરૂપણ. - નિત્ય હાઈ કરીને પણ અનેક પદાર્થોમાં સમવાય સંબન્ધથી જે રહે તે સામાન્ય કહેવાય. તેના બાધક બતાવવામાં આવે છે. જે ધર્મ એક વ્યકિતામાં રહે તે ધર્મ સામન્ય ન કહેવાય, જેમ આકાશત્વ, દિશાપણું, કાલાપણું.