________________
૧૯૬
તત્ત્વાખ્યાન.
ઉલ્લેષણ વિગેરે જો કે ગમનરૂપ હાવાથી તેના પણ ગમનમાં અન્તર્ભાવ થઈ શકે છે.તાપણુ શિષ્યવને સ્પષ્ટ રૂપે જ્ઞાન થાય એટલા માટે અલગ બતાવવામાં આવે છે,
સામાન્યના ભેદ.
6
"
પર સામાન્ય અને અપર સામાન્ય એવી રીતે સામાજ્યના બે ભેદ છે. અઁ સત્ ગુણઃ સન્ મે સત્ ' દ્રવ્ય છે, ગુણ છે અને કમ છે, એવા જ્યાં પ્રતિભાસ થાય ત્યાં આ ત્રણ પદાર્થની ઉપર સત્તાના સમન્યથી પર સામાન્ય માનવામાં આવે છે. એવુ જ મહા સામાન્ય ખીજું નામ છે. દ્રશ્યત્વ, ગુણત્વ, કત્વ, તેમાં દ્રવ્યત્વ વિગેરે ધર્મો એક એક પદાર્થોમાં રહેલા હાવાથી અલ્પ વિષયને લઈને તેઓનું અપર સામાન્ય નામ આપવામાં આવે છે. પર સામાન્ય તા અનુવૃત્તિ તથા વ્યાવૃત્તિ રૂપ પણ છે.
વિશેષના ભેદ્દે.
નિત્ય દ્રવ્યની ઉપર રહેવાવાળા અને પરમાણુઓમાં એક બીજાના ભેદ જ્ઞાનમાં કારણ ભૂત જે હોય તે વિશેષ કહેવાય. તેના અનન્ત ભેદો છે. પરમાણુ વિગેરે જેટલા નિત્ય પદાર્થો તેટલા વિશેષા સમજવા.
સમવાય.
એક બીજાને છોડીને નહિ રહેવાવાળા જે આધાર આધે