________________
તત્ત્વાખ્યાન.
૨૦૫
ઈંગને એક બ્રહ્માને દિવસ. એવા સો વર્ષના છેડે વર્તવાવાળા જે બ્રહ્માજી, તેની મુક્તિ કાલમાં સંસારની વિવિધ અવસ્થામાં વારંવાર નવા શરીરને ગ્રહણ કરી થાકી ગયેલા તથા ગર્ભવાસના દુઃખેથી દુઃખિત થયેલા પ્રાણીઓને રાત્રિમાં વિસામે લેવાની ખાતર અર્થાત્ કેટલાક કાલ સુધી સર્વ દુઃખને શાન કરવા સારૂ મહાદેવને જગતને સંહાર કરવાની ઈચ્છા થાય છે. તેની પછી શરીર ઈન્દ્રિ અને મહાભૂતને આરંભક તથા દરેક આત્માની અન્દર રહેલ જે અદષ્ટ તેની શક્તિને પ્રતિબન્ધ (કાવટ) થાય છે, તે વખતે ભાવિકાસમાં તેજ કાલમાં તેજ શરીર, ઈન્દ્રિ, મહાભૂત વિગેરેની ઉત્પત્તિ જે થવા વાળી છે તે બન્ધ થાય છે, તથા ઉત્પન્ન જે થયેલ છે તેના વિનાશ માટે મહાદેવને સંહારની ઈચ્છા સહિત આત્મા અને પરમાણુના સંગથી ક્રિયા ઉત્પન્ન થાય છે. તેજ ક્રિયા દ્વારા શરીર ઈન્દ્રિમાં પરંપરા કારણભૂત જે પરમાણુઓ તે વિભક્ત–પૃથક થઈ જાય છે. પછી પ્રથમ સંગ જતે રહે છે. એવી રીતે પ્રથમ નાશને લઈ છેવટના પરમાણુ સુધી. નાશ થાય છે. છેવટે પરમાણુઓ જ માત્ર છુટા છુટાં રહે છે. તેવી જ રીતે પૃથ્વી, જલ, તેજ, વાયુ આ ચાર ભૂતને પણ અનુક્રમે નાશ થતાં થતાં જુદાં પડેલાં કેવળ પરમાણુઓ જ બાકી રહે છે, ત્યારે ધર્માધર્મ સંસ્કાર વિગેરેથી જોડાયેલ જીવાત્માએ પણ તેટલે જ કાળ બ્રહ્માજીના સે વર્ષ પર્યા પ્રાણુને સંબંધે ન હોવા છતાં પણ સંસ્થિત છે એમ સમજવું. આ સંહારનું સવરૂપ સમજવું.