________________
તરજાખ્યાન.
૧૯૭,
યભૂત પદાર્થો તેને સંબન્ધ થવામાં અર્થાત્ આ તત્ત્વમાં પટ છે, આ લાકડામાં કબાટ છે, એવું જ્ઞાન થવામાં જે નિમિત્ત હેય તેને આ ઠેકાણે સમવાય કહેવામાં આવે છે. તેના અવાક્તર ભેદ નહિ હેવાથી તે એકજ છે.
સાધમ્ય વેધસ્યનું સ્વરૂપ. અસ્તિપણું, સ્વરૂપવત્તા, યપણું, વાચ્યપણું, પ્રમેયપણું વિગેરે ધર્મોને દરેક પદાર્થમાં સરખી રીતે રહેવાપણું હોવાથી તે ધર્મોનું છ પદાર્થોની સાથે સાધમ્ય સમજવું.
દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય, વિશેષ–આ પાંચની અન્દર, સમાયિપણું તથા અનેકપણું આ બે ધર્મોનું સાધયે છે.
સત્તા સંબન્ધરૂપ સાધમ્ય દ્રવ્ય, ગુણ, કર્મ આ ત્રણમાં સમજવું.
કારણવાળા પદાર્થોમાં કાર્ય પણું, અનિત્યપણું આ છે ધર્મોનું સામ્ય છે. પરમાણુનું પરિમાણ, દ્વયશુકનું પરિમાણ, આકાશ, કાલ, દિશા, આત્મા, આચારનું પરિમાણ આટલા પરિમાણમાં કેઈનું કારણુપણું નહિ હોવાથી આટલા પરિમાણને છેવને દ્રવ્યાદિ ત્રણની અંદર કારણુપણારૂપ સાધમ્ય છે.
પૃથ્વી, જલ, તેજ, વાયુ અને મન–આ પાંચમાં ક્રિયાપાશું તથા મૂર્ણપણારૂપ બે ધર્મોને લઈને સાધમ્ય સમજવું.
આકાશ, કાલ, દિશા, આત્મા, આ ચારમાં વ્યાપકપણું તથા પરમ મહત્ત્વ આ બે ધર્મોને લઈને સાધમ્ય સમજવું.