________________
તજ્યાખ્યાન.
૧૫૩
કદાચ એમ કહેવામાં આવે કે-જન્માંતરમાં ગ્રહણ કરેલ છે તે લોકોના શુભાશુભ કર્મથી પ્રેરાઈને જગત્કર્તા જગને ભિન્ન ભિન્ન અવસ્થાવાળું બનાવે છે.” તે તેમાં જગત્કર્તાની સ્વતંત્રતામાં હાનિ આવે છે. આમ જ્યારે કર્મથી જ જગતની વિચિત્રતા સિદ્ધ થાય છે, અને આમ ફરી ફરીને પણ એ પક્ષ સ્વીકારવું જ પડે છે, તો પછી “પરમેશ્વર જગતની રચના કરે છે. એવી માન્યતા ઉપર કદાગ્રહ શા સારૂ રાખવો જોઈએ ?
હવે “તે જગ નિત્ય છે કે કેમ?” એ માન્યતા વિચારીએ. નિત્વ એકસ્વરૂપી જગત્કર્તા પરમેશ્વર શું જગને ઉત્પન્ન કરવાના સ્વભાવ વાળે છે, કે જગતને ન ઉત્પન્ન કરવાના સ્વભાવવાળો?
એ બે પક્ષમાંથી પ્રથમપક્ષ સ્વીકારવામાં આવે તે કોઈ વખતે પણ જગની રચના કરવામાંથી તે પરમેશ્વરને નિવૃત્તિ મળી શકે જ નહિ, કેમકે જે કદાચ નિવૃત્તિ પામે તે તેના સ્વભાવની હાનિ થવાથી તે અનિત્ય બની જાય. અને સર્વદા રચના કર્યા જ કરે તે ક્રિયાને અંત પણ આવી શકશે નહિ. તેથી એક કાર્યની પણ સુષ્ટિ થઈ શકશે નહિ. જેમકે–વડે પિતાના આરંભક્ષણથી ઉપાંત્ય ક્ષણ સુધીમાં જલધારણ કરવાની ક્રિયામાં સમર્થ ન હોવાથી નિશ્ચયનયના અભિપ્રાયથીવટ શબ્દના વ્યવહારને પ્રાપ્ત કરી શકે નહિ. . બીજો પક્ષ માન્ય રાખવામાં આવે તે કઈ પણ વખતે