________________
તન્વાખ્યાન.
૧૬૭
ચક્ષુને પ્રાકારિ માનવા સંબંધિ વિશેષ જિજ્ઞાસુઓએ ન્યાયમંજરી, ન્યાયવાતિક વિગેરે ગ્રંથે જેવા અને તેને અપ્રાપ્યકારી સિદ્ધ કરનાર જૈન ન્યાયના સ્યાદ્વાદરત્નાકરાવતારિકા, સમ્મતિતર્ક વિગેરે ગ્રંથે અવલકવા. યુતિયુકત સમજાય તે પક્ષપાતને દૂર કરી મધ્યસ્થભાવથી સ્વીકારવું.
પ્રમાણુ-પર્યાલોચન. અભિમત વસ્તુના સ્વીકારમાં તથા અનભિમત વસ્તુના તિરસ્કારમાં જે સમર્થ હોય તે પ્રમાણુ કહેવાય છે, પરંતુ નૈયાયિકે પ્રત્યક્ષની ઉત્પત્તિમાં માનેલ ઈદ્રિયસંનિકર્ષ તથા આલોક સંગ વિગેરે જડ પદાર્થ પ્રમાણરૂપ હોઈ શકે નહિ. જે પિતાને નિશ્ચય કરાવવામાં સાધકતમ ન હોય, તે અન્યને નિશ્ચય કરાવવામાં કયાંથી હોઈ શકે? ઘટ, પટ વિગેરેની જેમ. સંનિકર્ષ વિગેરે પિતાના નિશ્ચયમાં કરણરૂપ બની શકે નહિ, સ્તંભ વિગેરેની જેમ. જે પિતાના નિશ્ચયમાં સાધકતમ ન હોય તે અન્ય અર્થના નિશ્ચયમાં પણ કુંભ વિગેરેની જેમ સાધકતમ છે, એમ કેવી રીતે કહી શકાય? આ ઉપરથી સક્નિકર્ષ વિગેરે જડ પદાર્થો પ્રમાણ કહી શકાય નહિ.
પ્રમાણુરૂપે સ્વીકારેલ જ્ઞાન પણ નિશ્ચયાત્મક હોવાથી સંશય વિપર્યય, અનધ્યવસાયનું વિધિ હેવાથી પ્રમાણુરૂપે મનાય છે. સારાંશ નિશ્ચયાત્મક જ્ઞાન જ પ્રમાણરૂપ છે, અને અન્ય અપ્રમાણ છે, એમ માનવું નિર્દોષ છે.