________________
૧૦૪
તવાખ્યાન.
તેને આશય આ પ્રમાણે છેઃ–ઇંદ્રિયેના વિષયભૂત રૂપ વિગેરેની સાથે ઈન્દ્રિયના સનિક (સંબંધ) થી ઉત્પન્ન થતા જ્ઞાનને પ્રત્યક્ષ કહેવામાં આવે છે. ઇદ્રિ સાથે છ પ્રકાને સંબંધ માનવામાં આવે છે.
ઇન્દ્રિયની સાથે દ્રવ્યના સંનિકર્ણને સગાસંબંધ કહેવામાં આવે છે. જેમકે ઘડાને આંખની સાથે સગ થવાથી જે જ્ઞાન થાય તેને પ્રત્યક્ષ કહી શકાય. અહિં ઘડા દ્રવ્યને આંખરૂપ ઇન્દ્રિયની સાથે જે સંબંધ થાય, તે “સંગ સંબંધ ” કહેવાય. ૧.
ઘડા વિગેરેમાં રહેલ રૂપ વિગેરે ગુણેના પ્રત્યક્ષમાં આંખને રૂ૫ વિગેરેની સાથે “સંયુકતસમવાય” નામને સંબંધ માનવામાં આવે છે. કેમકે આંખની સાથે સંયુક્ત થએલા ઘટમાં રૂ૫ વિગેરે ગુણે સમવાય સંબંધથી રહેલ છે. ૨.
આંખની સાથે સંયુક્ત થએલા ઘટ વિગેરે પદાર્થોમાં રૂ૫ વિગેરે ગુણે સમવાય સંબંધથી રહેલ છે. અને રૂપ વિગેરે ગુણેમાં રૂપત્વ વિગેરે જાતિ પણ સમવાય સંબંધથી રહેલ છે, તેથી રૂ૫ વિગેરે ગુણેની રૂપ— વિગેરે જાતિના પ્રત્યક્ષમાં “ સંયુક્ત સમવેત સમવાય ” નામને સંબંધ મનાય છે. ૩.
શ્રોત્ર (કાન) રૂપ આકાશમાં શબ્દગુણ સમવાયસંબંધથી રહેલ હોવાથી શબ્દના પ્રત્યક્ષમાં સમવાય સંબંધ?