________________
તજ્યાખ્યાન.
અગ્નિના કાર્ય ઉષ્ણસ્પર્શની અહિં વિદ્યમાનતા છે. આવાં રથળામાં વિરૂદ્ધ કાપલબ્ધિ કહી શકાય.
આ સ્થાનમાં ધૂમાડે બિલકુલ સંભવ નથી, કેમકે ધૂમનું કારણ અગ્નિ અહિં છે જ નહિ. આવાં સ્થળામાં કારણનુપલબ્ધિ હેતુ માની શકાય.
આ સ્થળમાં ધૂમની ઉપલબ્ધિનાં કારણોને અભાવ હોવાથી ધૂમ ન હોઈ શકે, તેથી અહિં ધૂમાડો બિલકુલ નથી. આવાં સ્થાનમાં સ્વભાવાનુ પલબ્ધિ હેતુ માનવામાં આવે છે.
આ વૃક્ષ હોવું જોઈએ, કારણ કે એ સીસમ છે, જ્યાં જ્યાં સીસમ પડ્યું હોય ત્યાં ત્યાં વૃક્ષત્વ પણ રહેલું જ હોય છે. ઈત્યાદિ સ્થાનમાં સ્વભાવહેતુ કહેવામાં આવે છે.
આવી જગ્યાએ અગ્નિ હવે જોઈએ, કારણ કે અગ્નિનું કાર્ય ધૂમાડો અહિં પ્રત્યક્ષ છે. આવાં સ્થળામાં કાર્ય હેતુ કહી શકાય.
૧ વિરૂદ્ધપલબ્ધિ, ૨ સ્વભાવાનુપલબ્ધિ, ૩ સ્વભાવ-એ ત્રણ પ્રકારના હેતુઓને સાધ્ય સાથે તાદાસ્ય નિમિતથી અવિનાભાવ નામને સંબંધ છે. તથા ૧ વિરૂદ્ધકાચેપલબ્ધિ, ૨ કારણુનુપલબ્ધિ, ૩ કાર્ય, એ ત્રણ પ્રકારના હેતુઓને સાધ્ય સાથે તદુપત્તિ નિમિત્તથી અવિના| ભાવ સંબંધ માનવામાં આવે છે.