________________
તવાખ્યાન.
ઉત્પન્ન કરે છે.” એ બીજે પક્ષ સ્વીકારવામાં આવે તે બદ્ધમતને મૂળ સિદ્ધાંત (ક્ષણિકવાદ) જ નષ્ટ થઈ જાય છે. એથી પિતાને અનિષ્ટ પરિણામ આવવાથી પૂર્વેક્ષણને સ્થિરવાદરૂપ બીજા પક્ષને માની શકાશે નહિ.
કદાચ ધૃષ્ટતાથી આ પ્રમાણે કહેવાનું સાહસ કરે કેત્રાજવું ઊંચું કરવાથી જેમ એક કાલમાં જ એક પલ્લું નમતું અને બીજું ઉંચું રહે છે, તેમજ આ બંને પણ એક કાલમાં બને છે. અર્થાત્ વિનાશ પામતે પૂર્વેક્ષણ ઉત્તરક્ષણરૂપ કાર્યને ‘ઉત્પન્ન કરતો જાય છે. તે તેથી પણ કાર્યસિદ્ધિ થઈ શકે તેમ નથી. સર્વ કેઈ સમજે છે કે ઉત્પાદ અવસ્થાની અપેક્ષાથી વિનાશ-અવસ્થા ભિન્ન હોય છે, છતાં જ્યારે એ બને અવસ્થાઓને એક કાળમાં માનવામાં આવે ત્યારે તે અવસ્થાવાળા પૂર્વોત્તરક્ષણને પણ નિરૂપાયે એક કાળમાં માનવા પડશે, કારણ કે ધર્મિ ન હોય તે અવસ્થારૂપ ધર્મ કયાંથી હોય ? અને એવી રીતે ક્ષણને એક કાળ માનવાથી ક્ષણિકવાદ અસિદ્ધ થાય છે. ઉત્પાદ અને વિનાશ એ બંને અવસ્થાઓને ક્ષણના ધર્મો ન માનવામાં આવે તે ક્ષણ અવસ્તુ થઈ જશે. ધર્મિ સિવાય ધર્મ ન જ રહી શકે એ જગ~સિદ્ધ નિયમ છે.
આવી રીતે ક્ષણિકવાદ માનવાથી વ્યવહારની અનુપપત્તિ થાય છે, તેમજ ૧ કૃતકાર્યનાશ, ૨ અકૃતાગમન, ૩ ભવભંગ, ૪ મણભંગ, ૫ સ્મૃતિભંગ એ વિગેરે ઘણુ દેશે પ્રકટે છે.