________________
તવાખ્યાન.
૭૭
આવશ્યકતા જણાતી નથી. આ સર્વ કારણેથી આત્માને સ્વીકાર કર્યા સિવાય બદ્ધમતમાં મુકિતને પણ અભાવ થઈ જશે.
પૂર્વના પ્રસ્તાવમાં સર્વ પદાર્થને ક્ષણિક માનવામાં બદ્ધકની જે યુક્તિઓ દર્શાવી છે, તે વિચારતાં અયુક્ત જણાય છે. પદાર્થને નિત્ય અથવા અનિત્ય (અમુક ક્ષણ સુધી સ્થાયિ) માનવામાં બદ્ધલોકે તરફથી “ ક્રમથી અથવા યુગપ૬ અર્થ ક્રિયાકારિત્વ ઘટી શકતું નથી” એ જે દેશ દર્શાવવામાં આવે છે, તે દોષ પદાર્થોને ક્ષણિક માનવાથી પણ થાય છે. તે આવી રીતે-ક્ષણિક પદાર્થો અર્થ ક્રિયા કરવામાં પ્રવૃત્ત થાય ત્યારે કમથી અથવા યુગપત કઈ પણ પ્રકારે સહકારિ કારની અપેક્ષા રાખીને જ પ્રવૃત્ત થાય એ સ્વાભાવિક છે. કારણ કે ઘટ વિગેરે વસ્તુને બનાવતાં કુંભારને પણ માટીની સાથે ચક, દંડ, જલ વિગેરે સહકારિ કારણેની જરૂર અપેક્ષા રહે છે. પરંતુ પદાર્થોને ક્ષણિક માનવામાં સહકારિ કારણેને વધુમાં કાંઈ અતિશય ઉત્પન્ન કરવાને ક્ષણ મળતો નહિ હોવાથી (પરસ્પર ઉપકાર્ય–ઉપકારકતા નષ્ટ થવાથી) સહકારિ કારણે નિરર્થક થાય છે. અને તેથી (કારણેના અભાવથી) કાર્યની ઉત્પત્તિને પણ અભાવ થવાને.
અનિત્ય કારણોથી ઉત્પન્ન થતા હોવાથી પદાર્થો ક્ષણિક છે.” એ કથન પર પ્રશ્નને અવકાશ રહે છે કે “સર્વ પદાર્થો ક્ષણક્ષયી છે, અથવા પરિણામી અનિત્ય છે ?