________________
તસ્વાખ્યાન.
૬૫
છે, તેમજ કોઈ સ્થળે પ્રાપ્ત થયેલ ત્રણ સ્વરૂપવાળાં ધૂમ વિગેરે ચિહુનેથી પરોક્ષ રહેલ અગ્નિ વિગેરે પદાર્થોને નિર્ણય કરવામાં આવે તેને જ અનુમાન પ્રમાણુના નામથી ઓળખવામાં આવે છે. આ અનુમાન પ્રમાણ બે પ્રકારનું છે. ૧ સ્વાર્થનુમાન અને ૨ પરાર્થોનુમાન.
જેમાં પિતે સ્વયમેવ ત્રણ રૂપવાળા હેતુથી અગ્નિ વિગેરે પરોક્ષ વસ્તુને નિર્ણય કરે, તેને સ્વાર્થનુમાન કહેવામાં આવે છે. અને જેમાં બીજા પુરૂષને ત્રણ રૂપવાળ હેતુ સારી રીતે સમજાવી પ્રતિજ્ઞા, હેતુ, દષ્ટાંતાદિ દ્વારા પરોક્ષ રહેલી અગ્નિ વિગેરે વસ્તુઓને નિર્ણય કરાવવામાં આવે તેને પરાર્થોનુમાન કહેવામાં આવે છે.
અનુમાનના કારણભૂત હેતુઓ ત્રણ પ્રકારના છે૧ અનુપલબ્ધિહેતુ ૨ સ્વભાવહેતુ અને ૩ કાર્ય હેતુ. એમાંથી અનુપલબ્ધિના ચાર પ્રકાર છે–૧ વિરૂદ્ધપલબ્ધિ, ૨ વિરૂદ્ધ. કાપલબ્ધિ, ૩ કારણાનુપલબ્ધિ, ૪ સ્વભાવાનુલબ્ધિ. આ બાબતે અનુક્રમે દષ્ટાંતથી તપાસીએ છે.
આ સ્થળે શીતળ સ્પર્શવાળે ( હિમ વિગેરે પદાર્થ ) ન હે જોઈએ, કેમકે તેનાથી વિરૂદ્ધ ઉષ્ણ પદાર્થ અગ્નિની અહિં સત્તા છે. આવાં સ્થળોમાં વિરૂદ્ધપલબ્ધિ જાણવી.
આ ઠેકાણે શીત સ્પર્શ ન હોઈ શકે, કેમકે તેના વિધિ