________________
તત્ત્વાખ્યાન.
ભિન્નતાપ્રતિપાદક હેતુના અભાવે સમસ્ત જગત્ એકસ્વભાવી મનાવાને પ્રસંગ કાં ન આવે?
સાંખ્યલેકે ઉપરના કથનનું આવી રીતે સમાધાન કરે કે-“પ્રસાદ, તાપ, દૈન્ય વિગેરે ભિન્નતાપ્રતિપાદક નિમિત્તો અમારે ત્યાં મનાય છે. તેથી ઉપર્યુક્ત દેષને અવકાશ નથી.” તે તે વચન પણ વ્યાજબી નથી. કારણ કે સત્તાદિ ગુણેની સાથે અભિન્નતા ધારણ કરનારી પ્રકૃતિ સત્ત્વાદિગુણરૂપ છે. એમ માનવામાં શી હાનિ ?
- “ઊર્વક યા દેવસૃષ્ટિ ૮ પ્રકારની સત્વગુણરૂપ છે, અલેક અથવા પાંચ પ્રકારના તિર્યંચ, નારકી વિગેરે તમોગુણ રૂપ છે અને મનુષ્યલેક રજોગુણમય છે.” આવું સાંખ્ય કેનું કથન સમુચિત નથી. કારણ કે પ્રકૃતિની સાથે અભિન્નતા ધરાવનારા એ ત્રણે ગુણે જ્યાં જ્યાં પ્રકૃતિ હોય ત્યાં ત્યાં અવશ્ય સાથે રહેવાના. એથી અમુક સ્થળે અમુક જ ગુણ છે અને બીજા ગુણે નથી જ. એમ કહી શકાય નહિં. હાં, થોડે ઘણે અંશે માનવામાં વાંધો નથી.
વ્યક્ત મહત્તત્ત્વાદિ અવ્યક્ત પ્રકૃતિની સાથે અભિન્ન હેવાથી પરસ્પર પ્રકૃતિને વ્યવહાર મહત્તત્ત્વમાં અને મહત્તત્વને વ્યવહાર પ્રકૃતિમાં ઇએ. - જેમ લેકમાં જેને જેની સાથે અન્વય-વ્યતિરેક હોય; ત્યાં જ કાર્યકારણભાવ મનાય છે, તેમજ પ્રકૃતિની સાથે મહર