Book Title: Syadwad bhasha Devdharmpariksha Adhyatmopnishad Adhyatmikmatpariksha Yatilakshansamucchay Author(s): Manvijayji, Yashovijay Upadhyay, Publisher: Jinshasan Aradhana Trust View full book textPage 9
________________ બીજા અધિકારમાં બતાવેલ છે. અહી જ્ઞાનપદ દ્વારા શ્રતજ્ઞાન નહી પરંતુ પ્રાતિજ્ઞાન અભિપ્રેત છે. શુભેપગરુપે સવિક૯૫ સમાધિ શુદ્ધોપયોગરુ૫ નિર્વિકલ્પસમાધિ, સાલંબન યેગ, નિરાલંબન યોગ બતાવ્યા બાદ નિશ્ચયાભાસી છને ચિમકી આપતાં કહે છે કે, “જ્ઞાની કયારેય પણ ઉચિત ક્રિયાને ત્યાગ કરે નહીં” શુભ વિકલ્પ દ્વારા અશુભ વિક૬૫ નિવૃત્તિ પછી સ્વયં શુભવિકલ્પનિવૃત્તિ થાય છે એમ કહી છે કે શુદ્ધ નિશ્ચય નયનુ પ્રરુપણુ શાસ્ત્રીય વ્યવહારમાં ચુસ્ત એવા જી સમક્ષ સદ્દગુરએ કરવું જોઇએ, એમ બતાવી દ્વિતીય અધિકાર પૂર્ણ કરેલ છે. ક્રિયાયેગશુદ્ધિ નામના તૃતીય અધિકારમાં (૧) જ્ઞાની પણ અસત પ્રવૃત્તિ-યથેચ્છ પ્રવૃત્તિ કરે તે પછી એનામાં અને કતરામાં ભેદ રહેતા નથી. (૨) ચંદનમાં સુગધ એકમેક થાય છે, અલગ પડતી નથી તેમ જ્ઞાનીથી ક્રિયા અલગ પડતી નથી પણ અસંગ બને છે – એકમેક બને છે. (૩) જ્ઞાન માત્રના અભિમાનથી ક્રિયાને છોડનારા ઉભયભટ્ટ જી નાસ્તિક છે, આવી અનેક મહત્વની વાતો બતાવીને નિશ્ચય.ભાસી-શુષ્ક જ્ઞાની પ્રત્યેની કરુણ વ્યક્ત કરી છે. આ અધિકારમાં પાંચમો ક પંચદશી (વેદાન્ત ગ્રંથ) ને છે. પ્રાસંગિક રીતે જે ઉછૂપલ વેદાન્તીના મતનું નિરસન કર્યું છે, તે બીજા કેઈ નહી પણ પંચદશીકાર વિદ્યારણ્ય જ અભિપ્રેત છે કારણકે ૨૭-૨૮મો શ્લોક પંચદશીને છે. આનુષગિક રીતે પ્રીતિ-ભક્તિ આદિ ૪ અનુષ્ઠાને કે જે પતંજલિ ઋષિએ બતાવેલ છે, તેને સમન્વય કરી, ત્રીજો અધિકાર પૂર્ણ કરેલ છે. સામ્યગશુદ્ધિ નામના ચતુર્થ અધિકારમાં સમતાને મહિમા ગાય છે. દમદતત્રષિ, નમિરાજર્ષિ, સ્કંધકસૂરિના ૫૦૦ શિષ્યો, મેતારજ મુનિરાજ, ગજસુકુમાલ, અર્ણિકાપુત્ર આચાર્ય, દઢપ્રહારી આદિ સમતાસાગર મહર્ષિઓને ભાવભરી વંદના કરી ચોથો અધિકાર અને પ્રસ્તુત ગ્રંથપૂર્ણ કરેલ છે. આ ગ્રંથમાં અનેક કલેક એવા આવે છે કે જે જ્ઞાનસાર માં પણ આવે છે. પણ અધ્યાત્મોપનિષદ પછી સાનસારની રચના થઈ છે કે જ્ઞાનસાર પછી અધ્યાત્મોપનિષદ્રની ? એ શોધને વિષય છે. અધ્યાત્મપનિષદ્દમાંથી જ્ઞાનસારમાં એ લેકે ઉતારવામાં આવ્યા છે, કારણ કે જ્ઞાનસાર ઉપાધ્યાયજી મહારાજાની અંતિમ રચના છે. આ ઉતાવળો નિર્ણય બાંધવાની જરૂર નથી, કેમ કે જ્ઞાનસાર એમની અંતિમ રચના નથી. “વેરો તથાત્ ત્યfa” બે Jain Education International For Personal & Private Use Only www.janelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 138