Book Title: Stambhan Parshwanath
Author(s): Vijaypadmasuri
Publisher: Stambhan Parshwanath 700 Varsh Ujvani Samiti

View full book text
Previous | Next

Page 6
________________ એ આચાર્યદવે ૪૫ આગમોમાંનાં ૧૧ અંગસૂત્રો પૈકી ૯ - ૯ અંગ આગમો' ઉપર ટીકા (વિવરણ) બનાવીને જૈન સંઘ-શાસન ઉપર અજોડ ઉપકાર કર્યો છે. આવા ઉપકારી મહાપુરુષની સ્મૃતિનું એક પણ ચિન ખંભાતમાં નહિ ! આ વાત વર્ષોથી કઠતી હતી. આ વેળા ૭૦૦નું નિમિત્ત પામીને વિચાર્યું કે થંભણજી-જિનાલયમાં જ તેમની પ્રતિમા કેમ ન મૂકાય? વાત મૂકી. ટ્રસ્ટીગણે ઝીલી લીધી. મૂર્તિ પણ પ્રાચીન પદ્ધતિની, આ ભગવંતને અનુરૂપ આકારની જ બનવી જોઈએ. એટલે રાજસ્થાન (પ્રાયઃ સવાડી)માં બિરાજતી, ૮૦૦ વર્ષ પુરાણી ગુરુમૂર્તિની છબી મેળવી, તેના જેવી જ ગુરુમૂર્તિ જયપુરમાં તૈયાર કરાવી. તે પ્રતિમા સહિત દેરીનો લાભ પણ ભાઈ જયંતીલાલ રતિલાલ શાહ – પરિવારે લઈ લીધો. અને હવે શ્રીઅર્પન્મહાપૂજન તથા ખંભાતના જૈન સંઘની નવકારથી સહ પંચાનિકા મહોત્સવપૂર્વક તે ગુરુમૂર્તિની પ્રતિષ્ઠા સં. ૨૦૬૯ના પોષ સુદિ પૂનમ તા. ૨૭-૧-૨૦૧૩ના શુભ દિને કરવામાં આવી રહી છે. આ રીતે ૭00 વર્ષની મંગલમય ઉજવણી દ્વારા પરમાત્માની, અમારા સમુદાયના પૂજ્યપાદ શાસનસમ્રાટ પરમગુરુ ભગવંતથી માંડીને પાદનોંધ : ૧. હમણાં એક રમૂજ પડે તેવી વાત સાંભળવા મળી. અભયદેવસૂરિ મહારાજના નામ આગળ ‘નવાંગી ટીકાકાર’ એવું વિશેષણ કાયમ લાગે છે. એક મિત્રે એનો અર્થ કરતાં એવું કહ્યું કે “પ્રભુજીની મૂર્તિના નવ અંગે (ચાંદીના) ટીકા લગાડવામાં આવે છે તેની શરૂઆત અભયદેવસૂરિએ કરાવેલી, એટલે તેમને નવાંગી ટીકાકાર તરીકે કહેવામાં આવે છે – આવું અમે બધા (લોકો) સમજીએ છીએ. જ્ઞાનથી વિખૂટો-વેગળો પડતો સમાજ કેવી વિચિત્ર સમજણ પામે ! તેનો આ ગમ્મતભર્યો દાખલો છે. ફરી – ૪૫ આગમો, તેમાં ૧૧ અંગ-આગમો, તે પૈકી ૯ અંગ સૂત્રો (ભગવતી સૂત્ર વગેરે) ઉપર ટીકા એટલે કે વિવરણ લખવાને કારણે તેમને નવાંગી ટીકાકારના નામે ઓળખવામાં આવ્યા છે. અસ્તુ.

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56