________________
જે વાંસની ઝાડીમાં પ્રકટપ્રભાવી શ્રી પાર્શ્વનાથની પ્રતિમાનું કેવલ મુખ જ દેખાતું હતું તે સ્થળે એક ગોવાલની ગાય, ભવિતવ્યતાના યોગે, દૂધ ઝરતી હતી. હમેશાં દોહવાના સમયે ગોવાળ ગાય દોહે પણ લગાર પણ દૂધ ન નીકળે. ઘણો સમય એમ થવાથી ગોવાલે જંગલમાં નદીના કાંઠે તપાસ કરી. તો જાણ્યું કે એ સ્થલે ગાય દૂધ ઝરતી હતી. કારણને શોધતાં ગોવાળે સેઢી નદીના કાંઠાની જમીનમાંથી એ બિંબ મેળવ્યું. “ક્યા દેવ છે ?” એનો નિર્ણય પોતે કરી શક્યો નહીં, જેથી તેણે બીજા જૈન આદિ લોકોને પૂછ્યું. તેમાં જૈનોએ ખાતરીપૂર્વક કહ્યું કે એ શ્રી પાર્શ્વનાથનું બિંબ છે. ગોવાળ આ બિંબને જોઈને ઘણો જ રાજી થયો. શ્રાવકોએ ગોવાલને દ્રવ્યાદિથી સંતોષ પમાડીને પ્રતિમા સ્વાધીન કરી. આ બાબતમાં ઉપદેશપ્રાસાદમાં તથા વિવિધ તીર્થકલ્પમાં એમ કહ્યું છે કેશ્રીઅભયદેવસૂરિ મહારાજે આ બિંબને પ્રકટ કર્યું તે વૃત્તાંત આ પ્રમાણે જાણવું. આચાર્ય શ્રી અભયદેવસૂરિ અને શ્રી સ્તંભના પાર્શ્વનાથ
જંબૂદ્વીપમાં શ્રીમાલવદેશની ધારાનગરીમાં ભોજ રાજા રાજ્ય કરતો હતો. તે નગરીમાં લક્ષ્મીપતિ નામે એક મહાધનિક વ્યાપારી હતો.
શ્રી સ્તંભન પાર્શ્વનાથ ૨૮