________________
આવેલા પહેલા સીમંત પાથડા (નરકાવાસ)માં લઈ જનારી આ સીમંતિની આવી છે.” તે સાંભળી અભયદેવે કહ્યું કે – “હે પૂજ્ય ગુરુજી ! આપની કૃપાથી તે નિરાશ બનીને જેમ આવી તેમ જરૂર જતી રહેશે, માટે આ બાબત આપ જરા પણ ચિંતા કરશો નહીં.” પછી અભયદેવે બારણાં ઉઘાડી સર્વ શ્રાવકાદિની સમક્ષ તે રાજકન્યાને કહ્યું કે - હે રાજપુત્રી ! અમે જૈન સાધુ છીએ. તેથી અમે એક મુહૂર્ત માત્ર પણ સ્ત્રી સાથે ધાર્મિક વાતો પણ કરતા નથી, તો પછી ગુણગોષ્ઠી અમારાથી કરી શકાય જ નહીં. વળી અમે કોઈ પણ વખત દાતણ કરતા નથી, મુખ ધોતા નથી, સ્નાનાદિ બાહ્ય શુદ્ધિને પણ ચાહતા નથી. તેમજ નિર્દોષ એવું અન્ન ભિક્ષા વૃત્તિએ મેળવીને ફક્ત ધર્માધાર શરીરને ટકાવવા માટે જ ખાઈએ છીએ. આ શરીર મલ, મૂત્ર, વિષ્ટાદિથી ભરેલું હોવાથી મહાદુગંધમય અને બીભત્સ છે. તેમાં સારભૂત શું છે ? તામસી વૃત્તિવાળા જીવો જ નિંદનીય કિંધાકલની જેવા વિષયોને ચાહે છે. તેઓની સેવનાથી મહાબૂરા રોગો પેદા થાય છે. જેવી તીવ્ર ઉત્કંઠા દુર્ગતિદાયક વિષયાદિની સેવનામાં અજ્ઞાની જીવ રાખે છે, તેવી અથવા તેથી પણ અધિક તીવ્ર ઉત્કંઠા ધર્મની સાધના કરવામાં રાખે તો તે થોડા જ સમયમાં મુક્તિપદને પામે. અમારા શરીરની સારવાર નાનપણમાં માતાપિતાએ જ કરી હશે, ત્યારપછી અમે તો બિલકુલ કરી નથી. માટે આવા અમારા દુર્ગધમય શરીરનો સ્પર્શ તારા જેવી સમજુ રાજપુત્રીને સ્વપ્નમાં પણ કરવા જેવો નથી. આ પ્રમાણે બીભત્સ રસનું વર્ણન સુણીને તે રાજપુત્રી પોતાની ભૂલ કબૂલ કરી તરત જ જતી રહી.
પછી તે ગુરુની પાસે આવ્યા, ત્યારે શ્રી ગુરુ મહારાજે કહ્યું કે – તારું બુદ્ધિકૌશલ્ય સમુદ્રના પૂર જેવું છે. પરંતુ વર્તમાનકાલમાં તેને
૩૫ ૪ શ્રી સ્તંભન પાર્શ્વનાથ