________________
જમીનમાં ગુપ્ત રહેલી છે તેને તમે પ્રગટ કરો. ત્યાં ઓચિંતી એક ગાય આવીને તે પ્રતિમા જે જગ્યાએ છે તે જગ્યાએ દૂધ ઝરશે. તે ચિહ્નથી તે મૂર્તિનું સ્થાન તમે નિશ્ચયે જાણજો.
સવારે સૂરિજી સંઘની સાથે ત્યાં ગયા અને ગાયને દૂધ ઝરતી જોઈને ગોવાળના બાળકોએ બતાવેલી ભૂમિની પાસે પ્રતિમાના સ્થાનનો નિશ્ચય થવાથી ગુરુજીએ પાર્શ્વનાથનું નવીન સ્તોત્ર રચવા માંડ્યું. તેનાં ૩૨ કાવ્ય કહ્યા પછી તેત્રીસમું કાવ્ય કહેતાં તરત જ શ્રી પાર્શ્વનાથનું અલૌકિક બિંબ પ્રગટ થયું. તે તેત્રીસમું કાવ્ય ગુરુજીએ દેવતાના આદેશથી ગોપવી દીધું. બત્રીસ કાવ્યોના આ સ્તોત્રની શરૂઆતમાં નતિદુયા પદ હોવાથી જયતિહુયણ નામે એ સ્તોત્ર ઓળખાય છે. તે પ્રતિમાનાં દર્શન થયાં કે તરત જ રોગ મૂળથી નાશ પામ્યો ને ગુરુજી નીરોગી બન્યા.
પછી શ્રી સંઘે ગુરુજીને તે પ્રતિમાની ઉત્પત્તિ પૂછી ત્યારે ગુરજીએ પૂર્વે કહ્યા પ્રમાણે તમામ બીના શ્રી સંઘની આગળ કહી સંભળાવી, અને છેવટે કહ્યું કે આ પ્રતિમા કોણે ભરાવી તે હજુ સુધી જાણી શકાયું નથી. આ પ્રમાણે પ્રતિમાનો મહિમા સાંભળીને શ્રી સંઘે તે જ સ્થાને નવું દહેરું બંધાવી ત્યાં સ્તંભનપુર નામે ગામ વસાવ્યું. પછી જ્યારે, વિ.સં. ૧૩૬૮ની સાલમાં દુષ્ટ સ્વેચ્છાએ ગુજરાતમાં ઉપદ્રવ કર્યો, ત્યારે વર્તમાન સ્તંભતીર્થમાં-ખંભાતમાં તે બિંબ લાવવામાં આવ્યું. અત્યારે આ મહાચમત્કારી શ્રી પાર્શ્વનાથનું બિંબ સ્તંભતીર્થ (ખંભાત, તંબાવતી નગરી)માં હયાત છે.
૧. સોળ કાવ્યો બોલ્યા પછી આખા બિંબનાં દર્શન ન થયાં, માટે સત્તરમા કાવ્યમાં કહ્યું કે – ગયપર્વવરd fગોસર એમ બત્રીશ કાવ્યો બનાવ્યાં. તેમાંથી બે કાવ્યો ગુપ્ત રાખ્યાં, એમ શ્રી જિનપ્રભસૂરિ કહે છે.
૪૩ શ્રી સ્તંભન પાર્શ્વનાથ