________________
બિંબને હંમેશા ત્રિકાળ નમસ્કાર કરનારા જીવો પરભવમાં વિદ્યાવંત, અદીન અને ઉત્તમ રૂપવંત થાય છે અને ઉત્તમ કુલમાં જન્મ પામી કુપુત્ર, કલત્રાદિનાં દુઃખો હઠાવી વિશિષ્ટ સંપદાઓ પામે છે. વળી જે ભવ્ય જીવ, પરમ સાત્ત્વિક ભાવે, આ પ્રભુની એક ફૂલથી પણ પૂજા કરે, તે ભવિષ્યમાં ઘણા રાજાઓને નમવા લાયક ચક્રવર્તી થાય છે; જે ભવ્ય જીવ અષ્ટપ્રકારી પૂજા કરે, તેને ભવિષ્યમાં ઇંદ્રાદિની પદવી જરૂર મળે છે અને જે ભવ્ય જીવ ઘરેણાં આદિ ચઢાવી પૂજા કરે તે જીવ ત્રણે ભુવનમાં મુકુટ જેવો થઈને અલ્પ કાલે મુક્તિપદને પામે છે.
એ પ્રમાણે, શ્રીસંઘદાસ નામના મુનીશ્વરે આ શ્રી સ્તંભન પાર્શ્વનાથની બીના ઘણા વિસ્તારથી કહી હતી. તેને સંક્ષેપમાં ‘શ્રી પદ્માવતીની આરાધના કરીને શ્રી સીમંધરસ્વામીને પૂછાવીને ઠેઠ સુધી શાસનરક્ષક તપાગચ્છની મર્યાદા કાયમ રહેશે” એવો સત્ય નિર્ણય મેળવી, શ્રી સંઘને કહી સંભળાવનારા શ્રી જિનપ્રભસૂરિજીએ પ્રાકૃત ગદ્ય-પદ્ય રચનામાં જણાવી છે. તેને અનુસાર, બીજા પ્રભાવકચરિત્રાદિ ગ્રંથોને અનુસાર તથા પ્રાચીન ઐતિહાસિક શિલાલેખ આદિ સાધનોને અનુસાર ટુંકામાં શ્રી સ્તંભન પાર્શ્વનાથનું ચરિત્ર મેં બનાવ્યું છે. દુર્ગતિનાં દુઃખોને દૂર કરનારું અને હાથી, સમુદ્ર, અગ્નિ, સિંહ, ચોર, સર્પ, શત્રુ, ગ્રહ, ભૂત, પ્રેતાદિના તમામ ઉપદ્રવોને નાશ કરનારું આ શ્રી સ્તંભન પાર્શ્વનાથનું ચરિત્ર હે ભવ્ય જીવો, તમે જરૂર વાંચો, વિચારો, સાંભળો અને સંભળાવો ! જેથી ભવિષ્યમાં ચિરસ્થાયી કલ્યાણમાલા તમને જરૂર મળશે.
જ્યાંના મંદિરમાં શાસનાધીશ્વર શ્રી જીવસ્વામી મહાવીર મહારાજાની અલૌકિક પ્રતિમા કે જે પ્રભુના વડીલ બંધુ રાજા શ્રી
૪૭ ૪ શ્રી સ્તંભન પાર્શ્વનાથ