Book Title: Stambhan Parshwanath
Author(s): Vijaypadmasuri
Publisher: Stambhan Parshwanath 700 Varsh Ujvani Samiti

View full book text
Previous | Next

Page 53
________________ વગેરે નાશ પામે છે. મંત્રી પેથડના પિતા શ્રી દેદ સાધુનાં બેડીનાં બંધન આ પ્રતિમાના ધ્યાનમાત્રથી તત્કાલ તૂટી ગયાં હતાં. જેમ આ બિંબની ભક્તિ કરવાથી વિઘ્નો નાશ પામે છે, તેમ આશાતના કરનાર જીવ મહાદુ:ખી બને છે તે વાત પણ નિઃસંદેહ છે. સ્તંભતીર્થ (ખંભાત)ના રહીશ, દાનવીર શેઠ અમરચંદ પ્રેમચંદના સુપુત્ર શેઠ પોપટભાઈના વખતમાં આ નીલમણિમય ચમત્કારી બિંબ કાષ્ઠમય મંદિરમાં મૂલનાયક તરીકે બિરાજમાન હતું. એક વખત આ રત્નમય પ્રતિમાને જોઈને એક સોનીની દાનત બગડી અને તે એ પ્રતિમાને ક્યાંક ઉપાડી ગયો. પરંતુ શેઠ શ્રી પોપટભાઈના માતાજીના એ પ્રતિમાનાં દર્શન કર્યા પછી જ ભોજન ક૨વાના, અભિગ્રહરૂપ તપના પ્રભાવથી એ પ્રતિમાજીની જલ્દી ભાળ લાગી. આ પછી શ્રી સંઘે ફરીને કોઈની દાનત ન બગડે અને આવો પ્રસંગ ન બનવા પામે એ આશયથી એ રત્નમય પ્રતિમાજી ઉપર શ્યામ લેપ કરાવ્યો. તેથીજ નીલમણિમય છતાં અત્યારે તે પ્રતિમા શ્યામ દેખાય છે. (આ ઘટના સં. ૧૯૫૪-૫૫ની છે.) શ્રી સંઘના પ્રયાસથી વિ૦ સં૦ ૧૦૮૪માં નવીન દહેરું તૈયાર થયું. અને તેમાં મૂલનાયક તરીકે આ બિંબની પ્રતિષ્ઠા કરાવવા માટે શ્રીસંઘે તપોગચ્છાધિપતિ, શાસનસમ્રાટ, ગુરુવર્ય, આચાર્ય મહારાજ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજને પધારવાની વિનંતિ કરી. જેથી સપરિવાર સૂરિજી મહારાજ ત્યાં પધાર્યા અને વિ૦ સં૦ ૧૯૮૪ના ફાગણ સુદ ત્રીજે શુભ મુહૂર્તે શ્રી સંઘે શ્રી ગુરુમહારાજના હાથે મહોત્સવપૂર્વક પ્રતિષ્ઠા કરાવી. આ પ્રતિષ્ઠાના શુભ પ્રસંગે અહીંના શ્રી સંઘે તથા બહારગામના ભાવિક ભવ્ય જીવોએ પણ સારો ભાગ લીધો હતો. ૪૫ શ્રી સ્તંભન પાર્શ્વનાથ

Loading...

Page Navigation
1 ... 51 52 53 54 55 56