________________
મૂલનાયક શ્રી પાર્શ્વનાથની પ્રતિમાના પડખેના ભાગમાં રહેલ મોટાં શ્યામ પ્રતિમાજી પાછળના ભાગમાં પોલા છે, જે પોલાણમાં મૂલનાયકજી રહી શકે છે. એથી ઉપદ્રવના પ્રસંગે મૂલનાયકના રક્ષણ માટે તેમ કર્યું હોય એમ અનુભવી ગીતાર્થ પુરુષો કહે છે.
છેવટે એ બીના જણાવવી બાકી રહે છે કે - વિવિધતીર્થકલ્પમાં આચાર્ય શ્રી જિનપ્રભસૂરિજીએ કહ્યું છે કે આચાર્ય શ્રી અભયદેવસૂરિએ પ્રકટ કર્યા બાદ આ પ્રતિમાજી કાંતિપુરીમાં ફરી પણ અમુક સમય સુધી રહ્યાં. પછી કેટલાક સમય સુધી સમુદ્રમાં રહ્યાં. ત્યાર બાદ ઘણા નગરોમાં પણ રહ્યાં હતાં. (એથી એમ પણ સંભવે છે કે ત્યાર બાદ વિ૦ સં૦ ૧૩૬૮માં ખંભાતમાં આવ્યાં
હશે.) માટે ભૂતકાળમાં આ પ્રતિમાજી કયે કયે સ્થાને રહ્યાં અને ભવિષ્યમાં રહેશે એ બીના કહેવાને માનવ સમર્થ નથી. પાવાપુરી, ચંપાપુરી, અષ્ટાપદ, સમેતશિખર, કાશી, નાસિક, મિથિલા નગરી, રાજગૃહી આદિ તીર્થોમાં પૂજા, યાત્રા, દાનાદિ કરવાથી જે પુણ્યાનુબંધી પુણ્યબંધ, નિર્જરા આદિ લાભ મળે, તે લાભ અહીં શ્રી સ્તંભન પાર્શ્વપ્રભુના ફક્ત ભાવ-વિધિપૂર્વક દર્શન કરવાથી મળી શકે છે. આ પ્રભુને વંદન કરવાના વિચારથી, માસખમણ તપનું અને ઉલ્લાસપૂર્વક વિધિ સાચવીને પ્રભુ બિંબને જોવાથી છમાસી તપનું ફળ મળે છે, તો પછી દ્રવ્ય-ભાવ-ભેદે પૂજાદિ ભક્તિ કરવાથી વધારે લાભ મળે તેમાં નવાઈ શી ? આ લોક સંબંધી અને પરલોક સંબધી સકલ મનોવાંછિતો તત્કાલ પૂરવાને આ બિંબ સમર્થ છે. આ
૧. આમ બનવું સંભવિત નથી લાગતું. ૧૧૩૧માં પ્રગટ થયેલ પ્રતિમા, ૧૩૬૮ સુધીમાં કાંતિપુરીમાં, સમુદ્રમાં, વિવિધ નગરોમાં ગઈ હોય તે શક્ય જ નથી. ખંભાતમાં તો થામણાથી જ આવી હોવાનું જણાય છે. લાગે છે કે લેખનદોષથી અમુક વાક્યો તીર્થકલ્પમાં વ્યુત્ક્રમ પામીને બેવડામાં હોય.
શ્રી સ્તંભન પાર્શ્વનાથ * ૪૬