________________
ગામથી ધોલકા થઈને થંભનપુરમાં પધાર્યા. ત્યાં અતિ તુચ્છ આહાર કરવાથી કોઢના મહારોગથી તે એવા દુઃખી થયા કે હાથપગ હલાવવાની પણ તેમનામાં શક્તિ રહી નહી. એક દિવસ સાંજે સૂરિજીએ પ્રતિક્રમણ કરીને શ્રાવકોને કહ્યું કે-આ રોગની પીડા બહુ થતી હોવાથી હું એક પણ ક્ષણ તે સહન કરવા સમર્થ નથી, તેથી કાલે અનશન કરીશ. તે સાંભળી શ્રાવકો ઘણા દિલગીર થયા. તે પછી તેરસની અડધી રાત્રે શાસનદેવીએ આવીને સૂરિજીને કહ્યું કેહે ગુરુજી ! ઉંધો છો કે જાગો છો ? ગુરુએ ધીમે સ્વરે કહ્યું કે – જાગું છું. દેવીએ કહ્યું કે- ઊઠો, આ સૂતરની નવ કોકડી ઉકેલો ! ગુરુ બોલ્યા કે- આવા શરીરે હું શી રીતે ઉકેલી શકું ? દેવીએ અવધિજ્ઞાનથી જાણીને કહ્યું કે – લાંબો કાળ જીવીને હજુ નવ અંગની વૃત્તિ કરવાનું જેના હાથમાં છે તેને આ તે શા હિસાબમાં છે ? દેવીનું વચન સાંભળીને ગુરુએ કહ્યું કે - આવા શરીરે હું નવ અંગોની ટીકાઓ શી રીતે બનાવીશ ? દેવી બોલી કે - છ મહિના સુધી આયંબિલ તપ કરજો. સૂરિજીએ છ મહિના સુધી આયંબિલ તપ કર્યો, અને કઠિન શબ્દોની ટીકા કરીને તે ટીકાઓ પૂરી કરી. આ પછી શરીરને વિષે ફરીથી મહારોગ ઉત્પન્ન થયો, ત્યારે ધરણેન્દ્ર ધોળા સર્પનું સ્વરૂપ ધારણ કરી ત્યાં આવીને સૂરિજીના શરીરને ચાટીને નીરોગી બનાવ્યું અને સૂરિજીને કહ્યું કે- સેઢી નદીના કાંઠે, પલાસ (ખાખરાનું ઝાડ)ના વનમાં શ્રી થંભન પાર્શ્વનાથની પ્રતિમા
૧. આ રોગ સંભાણક ગામમાં થયો, એમ સ્તંભનકકલ્પશિલોચ્છમાં કહ્યું છે.
૨. આ શ્રાવકોમાં ઘણાખરા નજીકનાં ગામોમાં રહેતા હતા, અને પાક્ષિક પ્રતિક્રમણ કરવા માટે આવતા હતા. અનશનની ઇચ્છાવાળા ગુરુએ ખમાવવા માટે પણ તેમને બોલાવ્યા હતા.
૩. સ્તંભન પાર્શ્વનાથની મૂર્તિ પ્રકટ કર્યા પછી ટીકાઓ બનાવી, એવો પણ ઉલ્લેખ બીજા ગ્રંથોમાં મળે છે.
શ્રી સ્તંભન પાર્શ્વનાથ ૪૨