________________
હતું. આ મહાપ્રભાવક પ્રતિમાને પ્રકટ કરશો તો તમારી પણ પવિત્ર કીર્તિ અચલ થશે. વળી ક્ષેત્રપાલની જેમ શ્વેતસ્વરૂપે તમારી આગળ, બીજાના જોવામાં ન આવે તેમ, એક દેવી ત્યાં રસ્તો બતાવશે.” એ પ્રમાણે કહી નિર્મલ સમ્યગ્દષ્ટિ શ્રીધરણેન્દ્ર પોતાના સ્થાને ગયા.
ઇંદ્ર કહેલી બીના જાણીને સૂરિજી મહારાજ ઘણા ખુશ થયા. તેમણે આ રાતે બનેલો તમામ વૃત્તાંત શ્રીસંઘને કહી સંભળાવ્યો. તે સાંભળીને શ્રીસંઘે યાત્રાએ જવાની તૈયારી કરી. તેમાં ૯૦૦ ગાડાં સાથે હતાં. શ્રીસંઘના આગ્રહથી સૂરિજી મહારાજ પણ સાથે પધાર્યા. જ્યારે આ સંઘ સેઢી નદીના કાંઠે આવ્યો ત્યારે ત્યાં બે ઘરડા ઘોડા અદૃશ્ય થઈ ગયા. એટલે આ નિશાનીથી સંઘ ત્યાં રહ્યો. આચાર્ય મહારાજે આગળ જઈને પૂછ્યું ત્યારે એક ગોવાળે કહ્યું કે “હે ગુરુજી, આ પાસેના ગામમાં મહીલ નામે મુખ્ય પટેલ છે. તેની કાળી ગાય અહીં આવીને પોતાના ચારે આંચળમાંથી દૂધ ઝરે છે. એટલે અહીં ખાલી થઈને જ તે ઘેર જાય છે અને ત્યાં દોહવામાં આવતાં મહામહેનતે પણ લગાર પણ દૂધ દેતી નથી. તેનું કારણ કંઈ સમજાતું નથી.” એમ કહીને તેણે તે રથલે ગુરુજીને દૂધ બતાવ્યું. એટલા પાસે બેસીને ગુરુજી પ્રાકૃતભાષામાં શ્રી પાર્શ્વનાથનું મહાપ્રભાવક ગતિદુયળ ઇત્યાદિ બત્રીશ ગાથાઓનું નવું સ્તોત્ર રચીને બોલ્યા. ત્યાં ધીમે ધીમે જાણે પ્રત્યક્ષ પ્રભુનું પ્રતિબિંબ હોય તેવું શ્રી પાર્શ્વનાથ ભગવંતનું તેજસ્વી બિંબ પ્રકટ થયું. એટલે સંઘ સહિત સૂરિજીએ તરત જ ચૈત્યવંદન કર્યું, ત્યાં તે પ્રતિમાના સ્નાનજળથી એમનો રોગ મૂળમાંથી દૂર થયો. તે વખતે શ્રાવકોએ ગંધોદકથી પ્રભુબિંબને હવરાવીને કપૂર વગેરેનું વિલેપન કરવા પૂર્વક સાત્ત્વિક પૂજાનો અપૂર્વ લ્હાવો લીધો. તે સ્થળે નવું દહેરાસર
શ્રી સ્તંભન પાર્શ્વનાથ જ ૪૦