________________
–
હિતને માટે હવે શ્રી સ્થાનાંગાદિ નવે અંગોની નવી ટીકાઓ બનાવવાનો ઉદ્યમ કરો ! દેવીનું આ વચન સાંભળીને સૂરિજીએ કહ્યું કે – હે માતાજી ! સુગૃહીતનામધેય શ્રી સુધર્માસ્વામી ગણધરે રચેલાં સૂત્રોનું યથાર્થ રહસ્ય જાણવાને પણ મારા જેવો અલ્પબુદ્ધિ અસમર્થ છે, તો પછી ટીકાઓ તો કેમ બનાવી શકું ? કારણ કે કદાચ કોઈ સ્થલે સૂત્રવિરુદ્ધ કહેવાઈ જાય તો મહા પાપ લાગે. જેથી સંસારમાં અનંતીવાર ભટકવું પડે. ત્યારે દેવીએ કહ્યું કે – હે સુજ્ઞશિરોમણિ ! આ કાર્ય કરવામાં તમે જ લાયક છો, એમ હું માનું છું. વૃત્તિઓ બનાવતાં કદાચ સંદેહ પડે તો મને પૂછવું. હું મહાવિદેહક્ષેત્રના વિહરમાન તીર્થંકર શ્રી સીમંધર સ્વામીને પૂછીને તે બાબતનો ખુલાસો કહીશ. માટે આ કાર્ય તમે શરૂ કરો. હું તમારી આગળ પ્રતિજ્ઞા કરું છું કે - તમે યાદ કરશો કે તરત જ હાજર થઈશ.
દેવીના વચનથી ઉત્સાહવંત થયેલા શ્રી આચાર્ય મહારાજે વૃત્તિઓ બનાવવાની શરૂઆત કરી. ૧ટીકાઓ પૂરી થાય ત્યાં સુધી આયંબિલ તપ કરવાની પ્રતિજ્ઞા લીધી, અને પાટણમાં બનાવી. (અન્યત્ર કહેલ છે કે પાટણની બહાર બનાવી.) આ કામમાં દેવીએ પણ સંપૂર્ણ રીતે મદદ કરી. શ્રી દ્રોણાચાર્ય વગેરે વૃદ્ધ મહાશ્રુતધરોએ આવૃત્તિઓને શુદ્ધ કરી. તે પછી શ્રાવકોએ લખાવવાની શરૂઆત કરી. આ વખતે એક રસપ્રદ બીના બની. તે આ પ્રમાણે
=
શાસનદેવીએ આવીને ગુરુમહારાજને કહ્યું કે પહેલી પ્રતિ (ટીકાની પ્રત) મારા દ્રવ્યથી લખાય એવી મારી ઇચ્છા છે. એમ કહી
૧. આ બાબતમાં બીજાઓ એમ કહે છે કે- જો કે – અભયદેવસૂરિના સમયમાં નવ અંગોની ટીકાઓ હયાત ન હોવાથી તેમણે નવી ટીકાઓ બનાવી, એમ પ્રભાવકચરિત્રમાં કહેલ છે, પણ જેમ તે જ સૂરિએ શ્રી ભગવતીની સ્વકૃત ટીકામાં પંચમાંગની બે ટીકા છે એમ લખ્યું છે. તેમ બીજા સૂત્રોની પણ ટીકાઓ હતી એમ કહ્યું છે.
૩૭
શ્રી સ્તંભન પાર્શ્વનાથ