________________
શમાવવું વાજબી છે. તેથી તેમ કરવા માટે તારે હવેથી છાશમાં કરેલો જુવારનો હુમરો તથા કાલિંગડાનું શાક વાપરવું. જેથી તારી બુદ્ધિ ન્યૂન થશે. આ બાબતમાં પ્રાચીન મહર્ષિયોએ પણ કહ્યું છે
तडवजं कलिंगं च, भोज्यं शीतं च वातुलम् ।
कपित्थं बदरीजंबू-फलानि नंति धीषणाम् ॥ અર્થ - તડબૂચ, કાલિંગડું, ઠંડું તથા વાયુ કરનાર ભોજન, કોઠ, બોર અને જાંબૂ એ સાત વસ્તુઓ બુદ્ધિને હણે છે.
શ્રીઅભયદેવે ગુરુના વચન પ્રમાણે જ આહાર કરવા માંડ્યો. કેટલોક સમય વીત્યા બાદ ગુરુ શ્રીજિનેશ્વરસૂરિજીએ અભયદેવને યોગ્ય જાણીને (સં. ૧૦૮૮માં) આચાર્યપદવી આપી. ત્યારથી તેઓ આચાર્ય અભયદેવસૂરિના નામથી ઓળખાવા લાગ્યા. આ શ્રી અભયદેવસૂરિએ ઘણા ભવ્ય જીવોને સન્માર્ગની દેશના દઈ સાત્ત્વિક માર્ગના ઉપાસક બનાવ્યા.
એક વખત દુકાળ પડવાથી દેશની દુર્દશા થઈ. સિદ્ધાંત તથા વૃત્તિઓનો પ્રાયે ઉચ્છેદ થવા લાગ્યો. જે કાંઈ સૂત્રાદિ રહ્યાં, તેઓનો વૃત્તિઆદિ સાધનો નષ્ટ થયેલાં હોવાથી યથાર્થ શબ્દાર્થ મહા પ્રજ્ઞાશાલી મુનિઓને પણ જાણવો મુશ્કેલ થયો. આ પ્રસંગે એક વખત અર્ધરાત્રે ધર્મધ્યાનમાં સાવધ રહેલા શ્રી અભયદેવસૂરિને વંદના કરી શાસનની અધિષ્ઠાયિકા દેવીએ કહ્યું કે- પૂર્વે મહાશાસનના થંભ સમાન પરમપુજ્ય શ્રીશીલાંગકોટિ (શીલાંગાચાર્ય કોટ્યાચાર્ય) નામના આચાર્ય અગિયારે અંગની વૃત્તિઓ રચી હતી, તેમાં હાલ કાળને લઈને બે અંગ (આચારાંગ, સૂયગડાંગ)ની જ વૃત્તિ હયાત છે. બાકીના અંગોની વૃત્તિઓ વિચ્છેદ પામી ગઈ. તેથી સંઘના
શ્રી સ્તંભન પાર્શ્વનાથ ૩૬