________________
એક વખત સાંજે પ્રતિક્રમણ કરી રહ્યા બાદ શ્રી અભયદેવ મુનિને એક શિષ્ય કહ્યું કે - હે મહારાજ ! શ્રી અજિતશાંતિસ્તવમાં કહેલી ‘સંવરંતરવિયાળિયાર્દિ ઇત્યાદિ ચાર ગાથાનો કૃપા કરી અર્થ સમજાવો ! ત્યારે શ્રી અભયદેવે તે ગાથામાં જણાવેલા દેવાંગનાઓનાં તમામ વિશેષણોનું શૃંગારરસથી ભરેલું સંપૂર્ણ વર્ણન કહી સંભળાવ્યું. તે વખતે ઉપાશ્રયની પાસેના જ રસ્તે થઈને ચાલી જતી શૃંગારરસમાં નિપુણ એવી કોઈ રાજકુંવરીએ આ વર્ણન સાંભળ્યું. કુંવરીએ વિચાર્યું કે “આ મારો સ્વામી થાય તો જન્મ સફલ થાય ! હું ત્યાં જઈને તે શ્રેષ્ઠ નરને પ્રાર્થના કરીને લોભ પમાડું, એવું વિચારી ઉપાશ્રયના બારણા પાસે આવીને બોલી કે - હે બુદ્ધિમાન પંડિત ! બારણું ઉઘાડો ! હું મદનમંજરી નામની રાજપુત્રી ગુણગોષ્ઠી કરવા માટે આવી છું. આવો અકાળે સ્ત્રીનો શબ્દ સાંભળીને ગુરુ શ્રી જિનેશ્વરસૂરિજીએ અભયદેવને ઠપકો આપ્યો કે – પહેલાં તમને જે શિખામણ આપી હતી તે બધી ભૂલી ગયા, અને
જ્યાં ત્યાં હોશિયારી બતાવો છો, પણ શું તમને શરમ આવતી નથી ? હવે શું કરશો ? તમારા ગુણથી આકર્ષાઈને પહેલી નરકમાં
૧. આ સ્તવનના બનાવનાર શ્રીનેમિનાથના ગણધર શ્રીનંદિષેણ જાણવા. અન્યત્ર એમ પણ કહ્યું છે કે શ્રેણિક રાજાના પુત્ર નંદિષેણે આ સ્તવન બતાવ્યું.
શ્રી સ્તંભન પાર્શ્વનાથ
૩૪