________________
બનાવ્યા. આ શ્રી બુદ્ધિસાગરસૂરિજીએ સં. ૧૦૮૦માં જાલોર (મારવાડ)માં રહીને આઠ હજાર શ્લોક પ્રમાણ ‘બુદ્ધિસાગર’ નામે નવું વ્યાકરણ બનાવ્યું.
એક વખત વિહાર કરતાં શ્રી જિનેશ્વરસૂરિ અનુક્રમે ધારા નગરીમાં પધાર્યા. અહીં મહીધર નામનો શેઠ અને ધનદેવી શેઠાણીને અભયકુમાર નામનો મહાગુણવંત પુત્ર હતો. પુત્ર સહિત શેઠ સૂરિજીને વંદન કરવા ગયા. ત્યાં સંસારની અસારતાને જણાવનારી નિર્મલ દેશના સાંભળી અભયકુમારને વૈરાગ્ય પ્રકટ્યો. તે સંયમ લેવાને ઉત્સુક થયો. પિતાની અનુમતિ હોવાથી ગુરુમહારાજે અભયકુમારને દીક્ષા આપી. ગ્રહણશિક્ષા અને આસેવનાશિક્ષાનો અભ્યાસ કરી મહાજ્ઞાની એવા શ્રીઅભયમુનિજી યોગોદ્દહન કરવા પૂર્વક સોળ વર્ષની અંદર સ્વપર શાસ્ર પારગામી બન્યા. એકદા વ્યાખ્યાનમાં સર્વાનુયોગમય રંગમાંગ શ્રી ભગવતી (વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ) સૂત્રમાં કહેલા ચેડા રાજા અને કોણિકની વચ્ચે થયેલા રથ કંટકાદિ યુદ્ધનું વર્ણન કરતાં વ્યાખ્યાન વાચસ્પતિ શ્રી અભયમુનિએ રૌદ્ર અને વીર રસનું એવું વર્ણન કર્યું કે - તે સાંભળીને ક્ષત્રિયો લડવા તૈયાર થઈ ગયા. તે જોઈને શ્રી જિનેશ્વરસૂરિજીએ તરત જ મહાશ્રાવક નાગનનુઆનું વર્ણન કરીને એવો શાંતરસ વિસ્તાર્યો કે તે સાંભળીને સર્વે શાંત થઈ ગયા અને મનમાં વિચાર કરવા લાગ્યા કેઅહો, અમને ધિક્કાર છે, કે વ્યાખ્યાનના અવસરે પણ અમે પ્રમાદથી ઉન્મત્ત થઈ ગયા. ધન્ય છે ત નાગનત્તુક શ્રાવકને કે જેણે લડાઈના પ્રસંગે પણ ધર્મારાધનમાં અડગ ટેક રાખી. ગુરુજીએ અભયમુનિને શિખામણ દીઘી કે - હે બુદ્ધિનિધાન શિષ્ય ! તારે અવસર જોઈને વ્યાખ્યાન વાંચવું.
૩૩ શ્રી સ્તંભન પાર્શ્વનાથ