________________
રાજસભામાં આ વાતનો નિર્ણય કરવાનો છે. એટલે તેમણે આવીને પોતાના ઉપરીઓને આ બીના જણાવી. બધા સાથે મળીને રાજાની પાસે ગયા. ત્યાં પુરોહિતે આવીને રાજાને નમ્રતાથી જણાવ્યું કે હે દેવ ! બે જૈનમુનિ પોતાના પક્ષમાં સ્થાન ન પામવાથી મારે ત્યાં આવ્યા, એટલે ગુણવંત જાણીને મેં તેમને આશ્રય આપ્યો. એવામાં આ ચૈત્યવાસીઓએ ભટ્ટ-પુત્રોને મારી પાસે મોકલ્યા. માટે આ બાબતમાં, મારી આપને ભૂલ જણાય તો ખુશીથી યોગ્ય લાગે તે શિક્ષા ફરમાવો.
પુરોહિતે કહેલી બીના સુણીને સર્વ ધર્મોમાં સમાન ભાવ રાખનારા રાજાએ હસીને કહ્યું કે હે ચૈત્યવાસીઓ ! કોઈ પણ દેશથી આવેલા ગુનિજનો મારા નગરમાં રહે, તેનો તમે શા માટે અટકાવ (નિષેધ) કરો છો ? તેમાં ગેરવાજબી શું છે ? રાજાના આ પ્રશ્નના ઉત્તરમાં તે ચૈત્યવાસીઓ બોલ્યા કે– હે રાજેન્દ્ર! પૂર્વે વનરાજ નામના રાજાને નાગેન્દ્રગચ્છીય, ચૈત્યવાસી શ્રીશીલગુણસૂરિએ ઘણો ઉપકાર કરેલો હોવાથી કૃતજ્ઞ એવા તે રાજાની સમક્ષ શ્રીસંઘે એવી વ્યવસ્થા કરી કે— ‘સંપ્રદાયનો ભેદ ન રાખવાથી લઘુતા થવા પામી છે. માટે જે મુનિ ચૈત્યગચ્છવાસી યતિધર્મને સંમત હોય તે જ અહીં રહી શકે, પણ બીજા નહિ. તો હે રાજન્ ! તે પ્રાચીન રિવાજ ધ્યાનમાં લઈને તમારે ન્યાય આપવો જોઈએ. રાજાએ કહ્યું કે તે પ્રમાણે જ કબૂલ છે, પરંતુ ગુણિજનોને આદર જરૂર દેવો જોઈએ. જો કે રાજ્યની આબાદી તમારી હેમષ્ટિને આધીન જ છે. છતાં અમારા આગ્રહથી એમને નગરમાં રહેવા દેવાનું કબૂલ રાખો ! રાજાના આ વાક્યને તેઓએ માન્ય રાખ્યું. કેટલોક સમય વીત્યા બાદ રાજાએ ફરમાવેલા સ્થલે પુરોહિતે ઉપાશ્રય કરાવ્યો. ત્યાં રહેલા બંને સૂરિજી મહારાજે ધર્મોપદેશ દઈને ઘણા જીવોને સત્યના સાધક
શ્રી સ્તંભન પાર્શ્વનાથ * ૩૨
=