________________
નગરમાં શ્રી વર્ધમાનસૂરિ નામના આચાર્ય મહારાજ હતા. તેમણે સિદ્ધાંતના અભ્યાસથી સંસારનું સાચું સ્વરૂપ સમજીને ચોરાશી ચૈત્યોનો (ચૈત્યવાસનો) ત્યાગ કર્યો હતો. એક વખત તે સૂરિજી ધારાનગરીમાં પધાર્યા ત્યારે બંને બ્રાહ્મણોને સાથે લઈને, શેઠ લક્ષ્મીપતિ ગુરુમહારાજને વંદન કરવા આવ્યા. વંદન કરી શેઠ ઉચિત સ્થાને બેઠા અને તે બ્રાહ્મણો પણ બંને હાથ જોડીને ત્યાં બેઠા. બ્રાહ્મણોને ઉદ્દેશીને શ્રી ગુરુમહારાજે કહ્યું કે ‘આ બંનેની અસાધારણ આકૃતિ સ્વપરને જીતનારી છે. ગુરુજીનું એ વચન સાંભળીને તે બંને બ્રાહ્મણો ગુરુના સામું જોઈ રહ્યા. એથી ગુરુજીએ તેમને વ્રતયોગ્ય સમજી લીધા. પછી અવસરે ગુરુએ તેમને દીક્ષા આપી. મહાતપસ્વી એવા તે બંનેને યોગના વહનપૂર્વક સિદ્ધાંતનો અભ્યાસ કરાવ્યો અને તેમને યોગ્ય જાણીને ગુરુએ સૂરિપદ આપીને સ્વપટ્ટધર બનાવ્યા. અને તેઓ શ્રીજિનેશ્વરસૂરિ અને બુદ્ધિસાગરસૂરિ એવા નામથી પ્રસિદ્ધ થયા.
અનુક્રમે વિહારને માટે અનુજ્ઞા આપવાના પ્રસંગે શિખામણ દેતાં શ્રીગુરુમહારાજે જણાવ્યું કે – પાટણમાં ચૈત્યવાસી યતિવર્ગ સુવિહિત મુનિઓને ત્યાં રહેવા ન દેતાં વિઘ્ન કરે છે. શક્તિ અને બુદ્ધિથી તમારે તે જુલ્મને અટકાવવો. કારણ કે આ કાળમાં તમારા જેવા બીજા બુદ્ધિશાળીઓમાં શિરોમણિ કોઈ ભાગ્યે જ હશે. એ ગુરુવચનને વધાવી લેઈ, સપરિવાર બંને સૂરિજી મહારાજે ગુજરાત તરફ વિહાર કરતાં, અનુક્રમે પ્રાચીન શ્રીપાટણ શહેરમાં પ્રવેશ કર્યો. ત્યાં શુદ્ધ ઉપાશ્રયની ઘણી તપાસ કરતાં પણ મુશ્કેલી જાણી. છેવટે બંનેને ગુરુજીનું વચન યાદ આવ્યું. આ વખતે મહાપરાક્રમી અને નીતિશાલી દુર્લભરાજ નામે રાજાનું રાજ્ય હતું. અહીંના રહીશ એક પુરોહિત સોમેશ્વરદેવના ઘેર તે બંને સૂરિજી મહારાજ ગયા.
શ્રી સ્તંભન પાર્શ્વનાથ “ ૩૦