Book Title: Stambhan Parshwanath
Author(s): Vijaypadmasuri
Publisher: Stambhan Parshwanath 700 Varsh Ujvani Samiti

View full book text
Previous | Next

Page 34
________________ નદીના કાંઠે એકાંતમાં લાવીને સ્થાપના કરી. પછી રસસાધન કરવા માટે સિદ્ધ (વશ) થયેલા વ્યંતરદેવની સહાયથી શાલિવાહન રાજાની પતિવ્રતા સ્ત્રી ચંદ્રલેખાને હંમેશાં રાત્રે ત્યાં લાવીને તે સતી સ્ત્રીની પાસે રસનું મર્દન કરાવવા લાગ્યો. એમ રસને મર્દન કરાવવાના કારણે જવા આવવાએ કરી સતી ચંદ્રલેખા નાગાર્જુનને ભાઈ તરીકે માનવા લાગી. એક વખત ચંદ્રલેખાએ રસને ઘુંટાવવાનું કારણ પૂછ્યું. નાગાર્જુને યથાર્થ કહ્યું કે – સ્વર્ણસિદ્ધિના રસને કોડીરેધી બનાવવા તેમ કરાવવામાં આવે છે. ચંદ્રલેખાએ આ બીના પોતાના બંને પુત્રોને જણાવી. માતાની પાસેથી આ બીના જાણી સોનાસિદ્ધિરસના લોભવાળા તે બંને બંધુઓ પોતાનું રાજય છોડીને નાગાર્જુનની પાસે આવ્યા. કપટથી રસને ગ્રહણ કરવાની ઇચ્છાવાળા પ્રચ્છન્ન વેષધારી બંને ભાઈઓએ પોતાની માતાના કહેવાથી “સ્વર્ણસિદ્ધિરસ કોડીરેધી અને સ્થિર થયો,’ એમ જાણીને નાગાર્જુનને વાસુકીના વચનાનુસાર શસ્ત્રથી મારી નાખ્યો. છ માસે આ રસ થંભી ગયો. (સ્થિર થયો), અને તેથી તે ઠેકાણે તે રસ કરતાં પણ બહુ પ્રભાવવાળું, બધા લોકોના વાંછિત પદાર્થને દેનારું, સ્તંભન(ક) નામે શ્રી પાર્શ્વનાથ સ્વામીનું તીર્થ થયું, અને તે નામે નગર પણ ત્યાં પ્રસિદ્ધિ પામ્યું. અવસર્પિણીકાલની અસર થવાથી તે સ્થળે આજુબાજુ વાંસની ઝાડી ઊગી અને પ્રતિમાનું કેવલ મોટું જ બહાર દેખાવા લાગ્યું અને બાકીનો ભાગ જમીનમાં હોવાથી લોકોએ આ પ્રતિમાને યક્ષ એવું નામ આપ્યું. આ સ્થિતિમાં આ બિંબ ૫૦૦ વર્ષ સુધી રહ્યું. આટલી બીના ઉપરથી એમ સિદ્ધ થયું કે સેઢી નદીના કાંઠે નાગાર્જુને સોનાસિદ્ધિના રસને થંભિત (સ્થિર) કર્યો. આ બાબતમાં શ્રી સ્તંભન પાર્શ્વનાથ ૨૬

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56