Book Title: Stambhan Parshwanath
Author(s): Vijaypadmasuri
Publisher: Stambhan Parshwanath 700 Varsh Ujvani Samiti

View full book text
Previous | Next

Page 32
________________ अयसाभिघायअभिदुम्मियस्स पुरिसस्स सुद्धहिययस्स ॥ होइ वहंतस्स फुडं, चंदणरससीयलो अग्गी ॥१॥ આચાર્ય મહારાજે આપેલા આ જવાબથી પોતે જીતાયા છતાં તે વાદીઓ ઘણા જ ખુશ થયા. આ. શ્રી પદાલિપ્તસૂરિજીએ વિદ્વાનોના સંકેતના સંસ્કારયુક્ત એવી પાદલિપ્તા નામની ભાષા બનાવી, જેમાં કઠિન પદાર્થો સમજાવ્યા હતા. કૃષ્ણરાજા સૂરિજીનો પરમ ભક્ત હોવાથી ધાર્મિક ભાવને જગાવનારા આ સૂરિજીને બીજે વિહાર કરવા દેતો નહીં. પહેલાં પાટલીપુત્ર નગરમાં, આર્ય ખપૂટાચાર્યના, સિદ્ધપ્રાભૃત વિદ્યાથી અલંકૃત, સમર્થ, વિદ્વાન શ્રી મહેન્દ્રમુનિજીએ બ્રાહ્મણોને બલાત્કારે દીક્ષા અપાવી હતી. તે જાતિવૈરને લઈને બ્રાહ્મણો તેમના પર અદેખાઈ કરવા લાગ્યા. એટલે શ્રીસંઘે સુજ્ઞ પુરુષોને મોકલીને પાદલિપ્તસૂરિને વિનંતી કરાવી કે આપ અહીં પધારો. ત્યારે સૂરિજીએ વિચાર કરી જવાબ આપ્યો કે – હું કાર્તિકી પૂર્ણિમાએ આવીશ. ઉચિત અવસરે રાજાને જણાવીને ગુરુજી દિવસના પૂર્વ ભાગમાં (પૂનમના હેલે પહોરે) આકાશમાર્ગે થઈને મંદિરમાં આવ્યા. રાજા સહિત બધા લોકો શ્રીમુનિસુવ્રતસ્વામીના મંદિરમાં શ્રીગુરુનાં દર્શન કરી ઘણા રાજી થયા. અને આકાશગામી સૂરિજીને જોઈને પેલા બ્રાહ્મણો બધાએ ભાગી ગયા. રાજાએ વિનયથી ગુરુને કહ્યું કે – જેમ કૃષ્ણ રાજાને આપે ધર્મલાભ આપ્યો, તેવી રીતે અહીંઆ કેટલાક દિવસ રહી અમને પણ કૃપા કરી તેવા પ્રકારનો લાભ આપો. એટલે ગુરુએ કહ્યું કે - હે રાજન્ ! તમારું કહેવું વાજબી છે, પરંતુ સંઘનો આદેશ અને રાજાનો ભાવ (સ્નેહ) અલંઘનીય છે. “દિવસના પાછલા પહોરે હું શ્રી સ્તંભન પાર્શ્વનાથ ૨૪

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56