________________
પાછો આવીશ” એમ કહીને હું અહીં આવ્યો છું. હજુ શ્રી શત્રુંજય, ગિરિનાર, સમેતશિખર અને અષ્ટાપદની તીર્થયાત્રા કરવાની છે. તેથી હે રાજન ! અમારી અંતિમ શિખામણ એ છે કે મહાપ્રભાવશાલી શ્રી જિનેશ્વરદેવે કહેલા ધર્મની આરાધના કરવામાં જરૂર પ્રયત્નવંત થવું, કારણ કે સાથે આવનાર તે જ છે. બીજું નહીં જ. એમ કહી આકાશમાર્ગે ગુરુમહારાજ ચાલ્યા ગયા.
પછી પાદચારી થઈને તીર્થયાત્રા કરતાં કરતાં સૂરિજી સોરઠ દેશમાં પધાર્યા. વિહાર કરતાં અનુક્રમે ઢંકા નામની મહાપુરીમાં ગયા. ત્યાં રસસિદ્ધિ જાણનારા પુરુષોમાં મુખ્ય અને ભાવિ શિષ્ય એવો નાગાર્જુન નામે યોગી હતો, તે તેમને મળ્યો. (હવે પછીની સૂરિજીની પૂર્ણ બીના પૂર્વે કહેલા નાગાર્જુનના ચરિત્રમાં વર્ણવી છે, તે ત્યાંથી જાણી લેવી.)
નાગાર્જુને સ્વર્ણસિદ્ધિના રસને સિદ્ધ કરવા અનેક ઉપાયો કર્યા, છતાં રસ બંધાયો નહીં. એક વખત શ્રીપાદલિપ્તસૂરિજીની પાસેથી નાગાર્જુને સાંભળ્યું કે- મહામહિમાવાળી શ્રી પાર્શ્વનાથની પ્રતિમાની પાસે તે (પ્રતિમા)ની દૃષ્ટિએ, સંપૂર્ણ ઉત્તમ સ્ત્રીનાં લક્ષણોવાળી સતી સ્ત્રી તે રસનું મર્દન કરે તો સોનાસિદ્ધિનો રસ સ્થિર થઈને કોડીરેધી થાય. તે સાંભળી નાગાર્જુને પોતાના પિતા વાસુકીનું ધ્યાન કરીને તેને બોલાવ્યો. નાગાર્જુનના પૂછવાથી વાસુકીએ કહ્યું કે– કાંતિપુરીમાં બહુ મહિમાવાલી શ્રી પાર્શ્વનાથની પ્રતિમા છે.” એમ સાંભળી નાગાર્જુને કાંતિનગરથી તે પ્રતિમાનું હરણ કરીને સેઢી
૧. અહીં પહેલાં સંગ્રામ નામે ક્ષત્રિય કહ્યો છે તે પ્રભાવકચરિત્રના વચનથી અને ઉપદેશપ્રાસાદના વચનથી વાસુકી નામ કહેલ છે. વિશેષ બીના માટે જુઓસ્તંભનકલ્પ શિલોંજીમાં તથા ઉપદે પ્રા) ૨૬૬માં વ્યાખ્યાનમાં. ||
૨૫ % શ્રી સ્તંભન પાર્શ્વનાથ