________________
દિશા તરફ વહે છે. એ પ્રમાણે બે ત્રણવાર તેણે પૂછી જોયું, તો પણ એ જ જવાબ મળ્યો. તો પણ બરાબર નક્કી કરવાને તે શિષ્ય ગંગાના પ્રવાહની આગળ ગયો. ત્યાં પણ સાવધાનપણે દંડાદિ પ્રયોગથી પૂર્ણ ખાતરી કરી ઉપાશ્રયમાં આવી ઇરિયાવહી પડિક્કમી ગુરુને કહ્યું કે—ગંગા નદી પૂર્વ દિશા તરફ વહે છે. રાજાના છૂપા પુરષોએ પણ તે જ પ્રમાણે સાચી બીના જણાવી. તે સાંભળીને રાજાને ગુરુવચનની ખાતરી થઈ.
રાજા આવા અનેક પ્રસંગ જોઈને ખરી ખંતથી સૂરિજીની સેવના કરી સમયને સફલ કરવા લાગ્યો, અપૂર્વ જ્ઞાનચર્ચાનો પણ લાભ લેવા લાગ્યો, અને દાનાદિ ચાર પ્રકારના ધર્મની આરાધનામાં ઉજમાલ થયો.
એક વખતે, બાલપણાના માહાભ્યને જાણે વિસ્તારતા હોય તેમ, તે નાના આચાર્યમહારાજ બાળકોની સાથે રમવા લાગ્યા. તેવામાં બહારગામથી વંદન કરવા આવનારા શ્રાવકોએ શિષ્ય જેવા જણાતા આ બાલગુરુને જ પૂછયું કે – યુગપ્રધાન શ્રી પાદલિપ્તસૂરિજી કયે ઉપાશ્રયે ઉતર્યા છે ? એ સાંભળી બુદ્ધિનિધાન ગુરુએ અવસર - ઉચિત પ્રશ્નનો મુદ્દો સમજીને તથા દેખાવ ઉપરથી આ બીજા ગામના શ્રાવકો છે એમ જાણીને યુક્તિપૂર્વક યોગ્ય જવાબ દઈને તે શ્રાવકો | ઉપાશ્રયમાં આવે તે પહેલાં જ પોતે આસન ઉપર બેસી ગયા. એવામાં શ્રાવકોએ આવી બહુ બહુમાનપૂર્વક ગુરુને વંદના કરી. બાલાસૂરિને ઓળખી વિચારવા લાગ્યા કે – “આ તો પહેલાં જેમને રમતા જોયા તે જ છે ! ગુરુમહારાજે આ પ્રસંગે વિદ્યાશ્રુત અને વયોવૃદ્ધના જેવી અપૂર્વ ધર્મદેશના આપીને તેમના વિકલ્પને દૂર કરવા માટે છેવટે જણાવ્યું કે – “ચિરકાલથી સાથે રહેનારા લોકોએ બાલકને બાલક્રીડા કરવા માટે અવકાશ આપવો જોઈએ.’ બાલ ગુરુમહારાજનું આ સત્ય વચન સાંભળીને તે શ્રાવકો ઘણા જ રાજી થયા.
શ્રી સ્તંભન પાર્શ્વનાથ ૨૨