________________
મંત્રરૂપ આ ગાથા બોલતાં જેના મસ્તકને અડકવામાં આવે, તેની શિરોવેદના જરૂર શાંત થઈ જાય. તે પીડા આકરી હોય તો પણ તેમ કરવાથી નાશ પામે.
એ પ્રમાણે તાત્કાલિક ઉપકારથી રાજાનું મન સૂરિની પ્રત્યે આકર્ષાયું. તે તરત ગુરુમહારાજના ઉપાશ્રયે આવ્યો. રાજાએ ગુરુને પૂછયું કે – હે ભગવનું ! અમારા સેવકો તો પગારના પ્રમાણમાં પોતાનું કામ બજાવે, પણ તેવા પગાર વિના કેવલ ભિક્ષાવૃત્તિના આધારે રહેલા આ શિષ્યો આપની આજ્ઞા બજાવવાને શી રીતે તત્પર રહે છે ? ત્યારે ગુરુએ કહ્યું કે - હે રાજન્ ! ઉભય લોકના હિતની ચાહનાથી આ શિષ્યો અમારાં કાર્યો ઉત્સાહથી બજાવવાને સાવધાન રહે છે. છતાં રાજાને ખાતરી ન થતાં ગુરુએ કહ્યું કે તમે તમારા વિનીત સેવકને બોલાવી અમુક કામ કરવાનું કહો કે જેથી તમને ખાતરી થાય. એટલા રાજાએ વિનીત વિશ્વાસી પ્રધાનને કહ્યું કે તપાસ કરો કે ગંગા નદી કઈ દિશા તરફ વહે છે ? રાજાનો હુકમ સાંભળીને મંત્રીએ નજીવા કામની વિશેષ તપાસ ન કરતાં માત્ર રાજાનું માન સાચવવા કેટલોક સમય જુગાર રમીને રાજાને કહ્યું કે‘ગંગા નદી પૂર્વ દિશા તરફ વહે છે.” છૂપા બાતમીદારોએ જુગાર આદિનો વૃત્તાંત રાજાને જણાવ્યો.
પછી બાલસૂરિજીએ “હવે નવદીક્ષિત મારા શિષ્યનું ચરિત્ર જુઓ” એમ કહી એક નવા સાધુને બોલાવ્યો. તે તરત ગુરુમહારાજની પાસે આવ્યો. શ્રી ગુરુમહારાજે ફરમાવ્યું કે - હે વત્સ ! ગંગા નદી કઈ તરફ વહે છે, તેનો નિર્ણય કરીને મને કહે.
એ પ્રમાણે સાંભળી “આવસ્યહી’ એમ કહીને ઉપાશ્રયની બહાર નીકળી તે આગળ ચાલ્યો. ગુરુનો પ્રશ્ન અનુચિત છે એમ જાણતાં છતાં તેણે એક નિપુણ પુરુષને પૂછતાં તેણે કહ્યું કે ગંગા નદી પૂર્વ
૨૧ જ શ્રી સ્તંભન પાર્શ્વનાથ